Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Gen-Zને ધર્મ તરફ વાળવાનો પ્રયાસ:સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયાકિશોરીની 'સનાતન યુવાકથા', આવતીકાલથી 3 દિવસનાં કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ

    14 hours ago

    સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયાકિશોરીની 'સનાતન યુવાકથા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ યુવા પેઢી (Gen-Z)ને ધર્મતરફ વાળવા પ્રખ્યાત વક્તા જયા કિશોરીજીની આ ધાર્મિક કથા મહોત્સવ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ ધાર્મિક કથાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, પરંપરાઓ અને ઉચ્ચ માનવ મૂલ્યોથી માહિતગાર કરવાનો છે. આવતીકાલથી યોજાનાર આ યુવાકથા માટે રાજકોટની સનાતન યુવા કથા સમિતિ દ્વારા છેલ્લા ચાર મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુવાકથા સમિતિનાં વિજય વાંકે જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી અને રાજકોટમાં પ્રથમ વખત આવી રહેલા જયા કિશોરીજીની કથાને લઈને યુવાનો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ છે. વર્તમાન સમયમાં યુવાધન જે નાસ્તિકતા અને વિવિધ પ્રકારના વ્યસનો તરફ આકર્ષાઈ રહ્યું છે, તેને ધર્મના સાચા માર્ગે વાળવા અને સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી આ કાર્યક્રમમાં ‘યુવા’ શબ્દને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જયા કિશોરીજીની વિશેષ કથા શૈલી યુવાનોને ખૂબ જ પસંદ આવે છે, જે આજના જેન-ઝી વર્ગમાં મોટું આકર્ષણ ઊભું કરે છે. આયોજનને સફળ બનાવવા માટે 119 સભ્યોની મજબૂત સમિતિ છેલ્લા 1 મહિનાથી અવિરત તૈયારીઓ કરી રહી છે. 3 દિવસ ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં દરરોજ સાંજે 6:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી કથાનું શ્રવણ થઈ શકશે, જ્યારે મુખ્ય કથા અને આરતીનો સમય સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધીનો રહેશે. ચોમાસાની ઋતુ અને વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં એકસાથે 25,000થી 30,000 લોકો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કથા દરમિયાન પ્રત્યક્ષ રીતે 1 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ લાભ લેશે તેવો અંદાજ છે. વિશાળ પરિસરમાં દૂર બેઠેલા લોકો પણ કથા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે 8 વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે. સુરક્ષા બાબતે 50થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયા છે તેમજ ભીડમાં કોઈ છૂટું પડી જાય તો તેના માટે 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' રૂમ, હેલ્પ ડેસ્ક અને માહિતી કેન્દ્ર ઊભા કરાયા છે. સમિતિના ભરત દોશીના જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસીય આયોજનમાં દરરોજ સાંજે કથા પૂર્વે સાડા છથી સાડા સાત વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાનું આયોજન થશે. પ્રથમ દિવસે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ લોકડાયરા સાથે ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ખાસ હાજરી આપશે. બીજા દિવસે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમ સાથે હૈદરાબાદના પૂર્વ ધારાસભ્ય ટાઈગર ટી. રાજાસીંગ ઉપસ્થિત રહેશે. જ્યારે અંતિમ દિવસે તારીખ 30 સપ્ટેમ્બરે મહારાસનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં કારગિલ યુદ્ધ વિજેતા અને પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ હાજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં કેસૂડાની થીમ પર ગરબા મહોત્સવ:70 હજારથી વધુ ખેલૈયા રમી શકશે, આ વર્ષે ચાર નવા ગરબાથી રમઝટ બોલશે
    Next Article
    ભાવનગર-પાલીતાણામાં જુગાર રમતા 5 ઝડપાયા:પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને રૂ.9,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment