Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર-પાલીતાણામાં જુગાર રમતા 5 ઝડપાયા:પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને રૂ.9,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું

    14 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર અને પાલીતાણાના સિંધી કેમ્પ ખાતેથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ 5 શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. બોરતળાવ પોલીસ અને પાલીતાણા ટાઉન પોલીસે હાથ ધરેલી આ કામગીરી દરમિયાન બંને સ્થળો પરથી કુલ રૂ. 9,200ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુંભારવાડા અક્ષરપાર્કમાંથી તીનપત્તી રમતા 2 ઝડપાયા ભાવનગર બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે મળેલી બાતમીના આધારે કુંભારવાડા અક્ષરપાર્કમાં ખારીયા હનુમાન ઇંટોના ભઠ્ઠા પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં તીનપત્તીનો જુગાર રમતા શૈલેષ રણછોડભાઈ બારૈયા (ઉં.વ. 27) અને યોગેશ ધનજીભાઈ ચૌહાણ (ઉં.વ. 23)ને રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 6,000ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પાલીતાણા સિંધી કેમ્પમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 3 ઝબ્બે બીજી તરફ, પાલીતાણા ટાઉન પોલીસે ગારીયાધાર રોડ પર આવેલા સિંધી કેમ્પમાં નવદુર્ગા નાસ્તા હાઉસના ઓટલા પર દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ઘોડીપાસા વડે જુગાર રમતા નાનક મેઘરાજ ટોપવાણી, અજય ગંગારામ રૂપેજા અને રાકેશ મોહનભાઇ ધનવાણીને ઝડપી લેવાયા હતા. પોલીસે તેમના કબજામાંથી રૂ. 3,200ની રોકડ અને ઘોડીપાસાની કુકરીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Gen-Zને ધર્મ તરફ વાળવાનો પ્રયાસ:સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જયાકિશોરીની 'સનાતન યુવાકથા', આવતીકાલથી 3 દિવસનાં કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ
    Next Article
    "Ready For Any Strikes Against Terrorists": Rajnath Singh's Message To Pak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment