Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદને પગલે ST બસના 40 રૂટ બંધ:રાજકોટ, મોરબી, સુ.નગરથી 140 ટ્રિપ રદ થતા સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવી

    14 hours ago

    ભારે વરસાદને કારણે હાઇવે સહિતના રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદ જવા માટે બાવળા પાસેનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પણ બંધ છે. જેને કારણે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની આજે 26 જુલાઈની 140 ટ્રીપ રદ કરવામાં આવેલી છે. એક ટ્રિપમાં મિનિમમ 45 મુસાફરો ગણીએ તો પણ 7000 જેટલા મુસાફરોએ હાલાકી ભોગવી છે. જેને લીધે ત્રણેય જિલ્લાની દૈનિક આવકમાં આજે પોણા ચાર નું ગાબડું પડ્યું છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, અમદાવાદ તરફ જવા માટે બાવળાનો રસ્તો બંધ છે. જેને કારણે અમદાવાદ જતી ઘણી બસ રદ કરવી પડી છે. જોકે રાજકોટથી અમદાવાદ વાયા ધોળકાથી સનાથલ થઈને બસ જાય છે પરંતુ એ રસ્તો ખૂબ જ લાંબો પડી જાય છે. જેને કારણે બસો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત સંતરામપુર અને માંડલ તેમજ વાયા રાધનપુર થરા જતી બસો પણ રદ કરવી પડી છે. જેને લીધે અને મુસાફરોએ મુશ્કેલી ભોગવી છે. જોકે વરસાદની રહેતાની સાથે બંધ રૂટ ફરી શરૂ થઈ જશે. રાજકોટ એસટી વિભાગની 140 ટ્રિપ રદ થતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં રૂ.27,096 ની આવક ગુમાવવી પડી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં રૂ.3.51 લાખ તો મોરબી જિલ્લામાં દૈનિક આવકમાં રૂ.3727નો ઘટાડો થયો છે. જોકે વરસાદી પાણી ઉતરી જતા પરિસ્થિતિ સામાન્ય બની જશે અને ત્યારબાદ વાહન વ્યવહાર શરૂ થઈ જતા મુસાફરો એસટી બસમાં જઈ શકશે. રાજકોટ જિલ્લો: રદ કરેલ રૂટ - 3 રદ કરેલ ટ્રીપ - 5 અર્ધ સંચાલિત ટ્રીપ- 01 રદ કિલોમીટર - 1332.12 ગુમાવેલ આવક - રૂ.27,096 મોરબી જિલ્લો: રદ રૂટ - 01 રદ કરેલ ટ્રીપ - 03 અર્ધસંચાલિત ટ્રીપ - 00 રદ કિલોમીટર - 196 ગુમાવેલ આવક - રૂ.3,727 સુરેન્દ્રનગર જિલ્લો: વરસાદના કારણે રદ કરેલ રૂટ - 36 રદ કરેલ ટ્રીપ - 132 અર્ધ સંચાલિત ટ્રીપ - 0 રદ કિલોમીટર - 14644.88 ગુમાવેલ આવક - રૂ.3,51,902
    Click here to Read More
    Previous Article
    રામપુરા-કટોસણમાં જર્જરિત ટાંકી બની અકસ્માતનું ઘર:સ્થાનિકોની અવારનવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, પાણીની ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિ શક્યતા!
    Next Article
    27 ગુજરાત NCC દ્વારા કારગિલ શહીદોને પત્ર:કારગિલ વિજય દિવસે 527 વીરોને 527 પત્રો લખી શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment