Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામપુરા-કટોસણમાં જર્જરિત ટાંકી બની અકસ્માતનું ઘર:સ્થાનિકોની અવારનવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, પાણીની ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિ શક્યતા!

    15 hours ago

    મહેસાણા જિલ્લાના રામપુરા કટોસણ ગામે આવેલી પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. ટાંકીનું પ્લાસ્ટર ઉખડી ગયું છે અને અંદરનો સળિયાનો ભાગ પણ બહાર આવી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા ગામના સરપંચ અને તલાટીને આ અંગે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ જોખમી ટાંકીને દૂર કરવાની કોઈ જ તસ્દી લેવામાં આવી નથી. જર્જરિત ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિ શક્યતા! આ પાણીની ટાંકી છેલ્લા 10 વર્ષથી સાવ બંધ હાલતમાં પડી છે. ટાંકીની આસપાસ આશરે 15 જેટલાં રહેણાંક મકાનો અને એક આંગણવાડી આવેલાં છે. સ્થાનિક રહીશ ધર્મેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ખેડૂત પરિવારો રહે છે અને આસપાસમાં પશુઓ બાંધવામાં આવે છે. બાલમંદિર હોવાથી રોજેરોજ નાના બાળકોની પણ અહીં અવરજવર રહે છે. ગમે ત્યારે આ જર્જરિત ટાંકી તૂટી પડે અને મોટી જાનહાનિ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા સ્થાનિકોમાં આક્રોશ સ્થાનિકોનો આક્રોશ છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી ટાંકી પાડવા માટે સતત માંગણી કરવા છતાં પંચાયત, તલાટી કે સરપંચમાંથી કોઈ આ ગંભીર બાબતે ધ્યાન આપતું નથી. ભવિષ્યમાં જો આ ટાંકી ધરાશાયી થશે અને કોઈ અપ્રિય ઘટના કે જાનહાનિ સર્જાશે તો તેની સીધી જવાબદારી કોની રહેશે તેવો તીખો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. લોકોની માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ટાંકી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    પેસ્ટ્રીમાં લાળ બતાવી યુવતી બોલી- 'તમે આવી ખાઈ શકો?':દુકાનદારે કહ્યું- 'મેડમ બરોબર બેક નથી થઈ', રાજકોટના પોમોઝ પીઝામાં ગ્રાહકનો હોબાળો
    Next Article
    વરસાદને પગલે ST બસના 40 રૂટ બંધ:રાજકોટ, મોરબી, સુ.નગરથી 140 ટ્રિપ રદ થતા સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment