Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેસ્ટ્રીમાં લાળ બતાવી યુવતી બોલી- 'તમે આવી ખાઈ શકો?':દુકાનદારે કહ્યું- 'મેડમ બરોબર બેક નથી થઈ', રાજકોટના પોમોઝ પીઝામાં ગ્રાહકનો હોબાળો

    16 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર આવેલા 'પોમોઝ પીઝા'માં મળતી પેસ્ટ્રી અખાદ્ય હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં યુવતી કાઉન્ટરમાં રાખેલી પેસ્ટ્રી બતાવી ખાવાલાયક ન હોવાનો આક્ષેપ કરી રહી છે. તો બીજી તરફ દુકાનદાર આ પેસ્ટ્રી બરોબર બેક ન થઈ હોવાનો દાવો કરી રહ્યો છે. આ મામલે આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ, જે વીડિયો વાઈરલ થયો છે તેના આધારે પીઝા શોપમાં તપાસ કરાશે. વાઈરલ વીડિયોમાં યુવતીએ શું કહ્યું? વાયરલ થયેલા વીડિયોમાં મહિલા ગ્રાહક પાર્લરના કર્મચારીઓ અને સંચાલકો સામે આકરા પાણીએ જોવા મળે છે. મહિલાએ પોતાના હાથમાં વાસી પેસ્ટ્રી પકડીને તેનો બગડેલો ભાગ કેમેરા સામે બતાવતા કહ્યું હતું કે, "તમે આ જુઓ, આ પેસ્ટ્રી પૂરેપૂરી બગડી ગઈ છે અને અંદરથી ચીકણા તાંતણા નીકળે છે. આ કઈ રીતે ખાવાલાયક ગણાય? શું તમે આવી વસ્તુ તમારા ઘરે ખાઈ શકો છો? તમારા કર્મચારીઓ એવું બહાનું બતાવે છે કે આ બરાબર શેકાઈ (બેક થઈ) નથી અથવા ફ્રીઝરમાં રાખવાને કારણે ભીની થઈ છે, પરંતુ આ બેક ન થવાનો પ્રશ્ન નથી, આ પ્રોડક્ટ સંપૂર્ણપણે વાસી અને ખરાબ થઈ ગઈ છે. "આ વાસી ખોરાક ખાધા પછી કોઈ ગ્રાહકની તબિયત ખરાબ થશે કે હોસ્પિટલ ભેગા થવું પડશે, તો તેની જવાબદારી આખરે કોણ લેશે? ભૂલ સ્વીકારવાને બદલે માત્ર બહાના બનાવવામાં આવી રહ્યા છે. ગ્રાહકો નાણાં ચૂકવીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાકની અપેક્ષા રાખે છે, પરંતુ આવી બ્રાન્ડેડ જગ્યાઓ પર પણ વાસી અને અસ્વાસ્થ્યપ્રદ ખોરાક પીરસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે જેથી અન્ય ગ્રાહકો પણ આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકે." આરોગ્ય અધિકારીએ કહ્યું -'વાયરલ વીડિયોના આધારે તપાસ કરાશે' સમગ્ર મામલે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા દ્વારા છેલ્લા ઘણા સમયથી અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયો દ્વારા આ બાબત હાલમાં જ અમારી સામે આવી છે. જે અંગે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. પરંતુ વીડિયોનાં આધારે અમારી ટીમ દ્વારા કાલાવડ રોડ નજીક આવેલા પોમોઝ પિઝામાં પણ તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં જો ત્યાં અખાદ્ય કે વાસી પદાર્થનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવશે તો પેઢીના સંચાલકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં વાસી-અખાદ્ય ખોરાકનો નાશ કરી સંચાલકો પાસેથી દંડ પણ વસુલવામાં આવશે અને જરૂર પડે તો સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓની આવી બેદરકારી સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદના હોક્કો કીચનની ખીચડીમાં વંદો નીકળ્યો અમદાવાદના ખાણીપીણીમાં સ્વચ્છતાને લઈને ફરી એક વાર સવાલ ઉઠ્યા છે. નવરંગપુરામાં આવેલા 1944 હોક્કો કીચનમાં એક ગ્રાહકે મંગાવેલી દાળ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. એક વર્ષના બાળકે ખીચડી ખાધી પણ હતી, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે AMCએ તપાસ કરીને રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરી છે. (આ સમાચાર પણ વાંચો)
    Click here to Read More
    Previous Article
    કરણ-તેજસ્વીનો પાણીમાં રોમાન્સ, VIDEO:દરિયાની અંદર દિલ આપ્યું, સ્કૂબા ડાઇવિંગમાં ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું; વેકેશનની ઝલક શેર કરી
    Next Article
    રામપુરા-કટોસણમાં જર્જરિત ટાંકી બની અકસ્માતનું ઘર:સ્થાનિકોની અવારનવાર રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, પાણીની ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિ શક્યતા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment