Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 ગુજરાત NCC દ્વારા કારગિલ શહીદોને પત્ર:કારગિલ વિજય દિવસે 527 વીરોને 527 પત્રો લખી શ્રદ્ધાંજલિ અપાઈ

    13 hours ago

    કારગિલ વિજય દિવસ નિમિત્તે, જામનગરની 27 ગુજરાત બટાલિયન NCC દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધના 527 શહીદોના સર્વોચ્ચ બલિદાનને સન્માનિત કરવા માટે 'એક પત્ર - 527 વીરોને 527 પત્રો' શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં, તમામ NCC કેડેટ્સને કારગિલ યુદ્ધ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમને યુદ્ધની પૃષ્ઠભૂમિ, વ્યૂહાત્મક મહત્વ, ઓપરેશન વિજયની રૂપરેખા અને ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ વિશે માહિતગાર કરાયા હતા. શહીદોએ કેવી રીતે દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કર્યું તેની પણ જાણકારી અપાઈ હતી. કૃતજ્ઞતા અને સન્માનના પ્રતીક રૂપે, બટાલિયનના તમામ કેડેટ્સ, ANO/CTO, PI સ્ટાફ અને અધિકારીઓએ કારગિલના દરેક વીરની યાદમાં હસ્તલિખિત પત્રો લખ્યા હતા. દરેક કેડેટે એક શહીદને સમર્પિત પત્ર લખ્યો, જેનાથી 527 વીરોને વ્યક્તિગત રીતે યાદ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું વાતાવરણ ગર્વ અને દેશભક્તિથી ભરેલું હતું. દરેક પત્રમાં શહીદો પ્રત્યે ગર્વ, સલામ, હૃદયપૂર્વકની કૃતજ્ઞતા અને તેમના બલિદાનને ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલથી યુવાનોમાં દેશભક્તિ, ભાવનાત્મક જોડાણ અને શહીદો પ્રત્યે ઊંડો આદર જાગૃત થયો. આ રીતે, 27 ગુજરાત બટાલિયન NCC દ્વારા 527 શહીદ વીરોને 527 પત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    વરસાદને પગલે ST બસના 40 રૂટ બંધ:રાજકોટ, મોરબી, સુ.નગરથી 140 ટ્રિપ રદ થતા સતત બીજા દિવસે મુસાફરોએ પરેશાની ભોગવી
    Next Article
    વિસાવદરના જાંબુડીમાં દીપડાનો આતંક:છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ, વન વિભાગ તાત્કાલિક દીપડાઓને પાંજરે પૂરે તેવી માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment