Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણેજા ક્રોસિંગ પાસે STની ટક્કરે યુવકનું મોત:સુરત તરફથી આવતી બસે એક્ટિવાને અડફેટે લેતા નીચે ઘૂસી ગઈ

    15 hours ago

    વડોદરા શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં યુવકે જીવ ગુમાવ્યો છે. શહેરના માણેજા ક્રોસિંગ પાસે સુરત તરફથી આવી રહેલી GSRTCની એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે. એક્ટિવા બસની નીચે ઘૂસી ગઈ, યુવક રોડ પર પટકાયો મૃતક યુવકની ઓળખ હાર્દિક ઠાકોર (ઉં.વ.23) તરીકે થઈ છે, જે માણેજાની વ્રજ દર્શન સોસાયટીનો રહેવાસી હતો. હાર્દિક એક્ટિવા લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એસ.ટી. બસે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા બસની નીચે ઘૂસી ગયું હતું, જ્યારે ટક્કરના કારણે હાર્દિક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવારમાં મોત, ભારે વાહનની અવરજવરને લઈ લોકોમાં રોષ અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને હાર્દિકને તાત્કાલિક સારવારમાં ખસેડ્યો હતો. જો કે, ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે એકત્ર લોકોના ટોળાએ બસના ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ભારદારી વાહનનો દ્વારા વારંવાર સર્જાતા અકસ્માતો અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગને લઈને શહેરીજનોમાં ટ્રાફિક સલામતી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં 10 લાખ ભારતીયો પર તોળાયું સંકટ:ટ્રમ્પે શરૂ કરી ભારત જેવી 'SIR' સિસ્ટમ; નેશનલ ડેટાબેઝથી અમેરિકામાં વસતા ભારતવંશીઓમાં ફફડાટ
    Next Article
    અમરેલી હાઇવે પર 3 સિંહે પશુનો શિકાર કર્યો:ચક્કાજામ થતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી; 25 મિનિટ સુધી ચાલ્યો શિકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment