Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ બાજરી અને ચોખાની આડમાં લવાતો ₹1 કરોડનો દારૂ ઝડપ્યો:પાંથાવાડા નજીક રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો 16092 બોટલ દારૂ જપ્ત, એક બુટલેગર પકડાયો

    1 week ago

    બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાંથાવાડા નજીકથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો ₹1.13 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે એક ટ્રેલર ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરની કુલ 16,092 બોટલો કબજે કરી છે. આ મામલે રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે નાકાબંધી LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા જતા હાઇવે પર કુચાવાડા નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા RJ-52-GA-0915 નંબરના ટાટા ટ્રેલર ટ્રકને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો ₹73,50,816ની કિંમતનો પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય વસ્તુઓ મળી કુલ ₹1,13,61,316નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવટી નંબર પ્લેટ અને બોગસ બિલનો ઉપયોગ પોલીસે આ કેસમાં ટ્રેલર ટ્રકના ચાલક રામકરણસિંહ રામલાલ જાટ (રહે. સાવલોડા, લાડખણી, તા.જી. સીકર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક પર તેના અસલી નંબર GJ-12-BV-6635ના બદલે બનાવટી નંબર પ્લેટ લગાવી હતી. આ ઉપરાંત, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બનાવટી બિલ અને બિલ્ટ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય સાગરીતો સામે પણ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને BNS (ભારતીય ન્યાય સંહિતા) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અમલ માટે બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે જિલ્લામાં રાજસ્થાન સરહદેથી થતી દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા ખાસ ટીમો બનાવવામાં આવી હતી. આ અંતર્ગત LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીના આહવાન બાદ ભરૂચ ST ડેપો સજ્જ:ઊર્જા બચત માટે કર્મચારીઓને ‘ઓપન હાઉસ’ દ્વારા માહિતગાર કરાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં નિશુલ્ક એનિમિયા નિવારણ કેમ્પ યોજાયો:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને જાયન્ટ્સ ગ્રુપ 'સાહેલી' દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment