Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UGVCLની પરીક્ષા આપી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત:મોઢેરા-વિજાપુરડા હાઈવે પર બે મિત્રોની મોટરસાયકલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ, એક ઇજાગ્રસ્ત

    1 सप्ताह पहले

    ગાંધીનગર ખાતે પરીક્ષા આપીને મોટરસાયકલ પર બેચરાજી પરત ફરી રહેલા બે મિત્રોને મોઢેરા નજીક હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રોડની વચ્ચે કોઈ પણ જાતની આડાશ કે રેડિયમ લાઈટ વિના ઊભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. બે યુવકો મોટરસાયકલ પર બેચરાજી પરત ફરતા હતા સાબરકાંઠાના પોશીના તાલુકાના માલવાસ ગામના વતની અને હાલ બેચરાજીની ખાનગી કંપનીમાં નોકરી કરતા સંજયભાઈ શકાભાઈ સોલંકી અને તેમની સાથે રહેતા પ્રતાપભાઈ રાવજીભાઈ ગઈકાલે ગાંધીનગર ખાતે યુજીવીસીએલ (UGVCL) ની પરીક્ષા આપવા ગયા હતા. રવિવારે રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ મહેસાણા થઈને મોટરસાયકલ (નંબર GJ-09-DR-9365) પર બેચરાજી પરત ફરી રહ્યા હતા. ટ્રકની પાછળ ધડાકાભેર મોટરસાયકલ અથડાઈ દરમિયાન, મોઢેરાથી વિજાપુરડા ગામના પાટિયા વચ્ચે હાઇવે રોડ પર એક ટ્રક ચાલકે પોતાની ટ્રક (નંબર GJ-18-AU-9565) રસ્તાની વચ્ચે કોઈ પણ જાતની સેફ્ટી આડાશ કે લાઈટો ચાલુ રાખ્યા વિના બેદરકારીપૂર્વક ઊભી રાખી દીધી હતી. રાત્રિના અંધારાના કારણે ઊભેલી ટ્રક ન દેખાતાં મોટરસાયકલ તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. સંજયનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત આ ભયાનક અકસ્માતમાં સંજયભાઈ સોલંકીને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેસેલા પ્રતાપભાઈને નાની-મોટી ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ મોઢેરા પોલીસે મૃતકના મોટા ભાઈ લાલુભાઈ સોલંકીની ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. બેચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. ઉજ્જવળ ભવિષ્યની આશાએ પરીક્ષા આપીને પાછા ફરી રહેલા યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'રસ્તા પર નમાજ નહીં પઢવા દઈએ':'પ્રેમથી માની જશો તો ઠીક, નહીં તો બીજો રસ્તો અપનાવીશું'; બકરીદના અઠવાડિયા પહેલાં યોગીની ચેતવણી
    Next Article
    પીએમ મોદીના આહવાન બાદ ભરૂચ ST ડેપો સજ્જ:ઊર્જા બચત માટે કર્મચારીઓને ‘ઓપન હાઉસ’ દ્વારા માહિતગાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment