Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે

    5 days ago

    અમદાવાદ એસટી ડિવિઝનને નવી ગુર્જરનગરી બસોનો કાફલો મળતા 37 નવા એક્સપ્રેસ રૂટ શરૂ કરાયા છે. જેમાંથી 10 રૂટ પ્રથમવાર સંચાલિત થશે અને 27 રૂટ પર બસોની સંખ્યા વધારાઈ છે. પુશ-બેક સીટો ધરાવતી આ આધુનિક બસોમાં મુસાફરોને કન્ફર્મ સીટની સુવિધા મળશે. ખાનગી લક્ઝરી બસોના રૂ.800થી રૂ.1200ના ભાડા સામે એસટીમાં માત્ર રૂ.400 થી રૂ.600માં મુસાફરી કરી શકાશે, જેનાથી મુસાફરોના ખિસ્સા પરનો બોજ 40 ટકા સુધી ઘટશે. સુરત માટે સવારે 6:15 અને 7:30 કલાકે નવી સેવા શરૂ થતા નોકરિયાત વર્ગને રાહત મળશે. સાથે જ દ્વારકા, જંબુસર અને ધાનેરા જેવા અંતરિયાળ રૂટો પર કનેક્ટિવિટી વધશે. પેસેન્જરો ઓનલાઇન પોર્ટલ પર એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ધાર્મિક-શૈક્ષણિક કનેક્ટિવિટીના મુખ્ય રૂટ રૂટ ઉપડશે પહોંચશે ખાસિયત અમદાવાદથી દ્વારકા 20:30 07:15 યાત્રાળુઓ માટે રાત્રિ સેવા ધોળકાથી અંબાજી 06:45 11:45 ઉ. ગુજરાત સાથે કનેક્ટિવિટી દહેગામથી ભુજ 20:00 05:30 કચ્છ માટે નવી એક્સપ્રેસ સેવા વિજયનગરથી આણંદ 12:30 17:50 એજ્યુકેશન હબ સાથે જોડાણ વિરમગામથી સારંગપુર 07:15 11:00 હનુમાનજીના દર્શન ઉત્તમ સુરત માટે સવારે બે નવા રૂટ શરૂ થશે : અમદાવાદથી સુરત માટે સવારે 6.15 અને 7.30 વાગે નવી બસ શરૂ થતાં નોકરિયાત વર્ગને ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    આજે હનુમાન જયંતી:લક્ષ્મીપુરા પાસે વાદીલાધામ હનુમાન મંદિરે ચમેલીનું તેલ ચડે છે‎
    Next Article
    બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની ગેરરીતિ:ચોરી કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું, મેં તો ફક્ત 2 ગુણનું‎ લખ્યું હતું, હું નહીં મારો બાજુવાળો કાપલી લાવ્યો હતો!‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment