Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે હનુમાન જયંતી:લક્ષ્મીપુરા પાસે વાદીલાધામ હનુમાન મંદિરે ચમેલીનું તેલ ચડે છે‎

    5 days ago

    પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા નજીક આવેલું વાદીલા ખેતર એક સમય પ્રેત આત્માઓના ડરથી કુખ્યાત હતું, પરંતુ આજે તે જ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. અહીં કાળા હનુમાનજીને સિંદૂર નહીં પરંતુ ચમેલીનું તેલ ચઢાવવાની અનોખી પરંપરા સાથે હજારો ભક્તો આશા અને વિશ્વાસ લઈને ઉમટી પડે છે. આજે ગુરુવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે આરતી, યજ્ઞ, મહાપ્રસાદ અને સાંજે સમૂહ હનુમાન ચાલીસા સાથે પ્રતિકભાઈનું વ્યાખ્યાન યોજાશે. મહંત સીતારામગીરી મહારાજે પોતાની તપશ્ચર્યા અને ગુરુઆજ્ઞાથી અહીં કાળા હનુમાનજીની મૂર્તિ સ્થાપી આ સ્થળને પવિત્ર ધામમાં ફેરવ્યું હતું. આ મૂર્તિ કચ્છના કારીગર દેવકરણ પ્રજાપતિ દ્વારા છ મહિનાની મહેનતથી તૈયાર કરવામાં આવી હતી, જ્યારે મંદિરના વિકાસમાં વીરાભાઈ પટેલ અને મનસુખભાઈ પ્રજાપતિનો મહત્વનો ફાળો રહ્યો છે.મંદિરમાં અનોખી પરંપરાઓ જોવા મળે છે. અહીં હનુમાનજીને સિંદૂર નહીં પરંતુ ચમેલીનું તેલ ચઢાવવામાં આવે છે અને પ્રસાદમાં પાન, ચણા અને ગોળ આપવામાં આવે છે. આ સ્થળે આજે હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક શીશ નમાવે છે.લોકમાન્યતા મુજબ, હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હોવાથી અહીં દર્શન કરવાથી શનિ પીડા દૂર થાય છે.આ ધામ સમાજસેવામાં પણ સક્રિય છે, જ્યાં વ્યસનમુક્તિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર પાલિકા માટે ભાજપ-કોંગ્રેસની વ્યૂહરચના:ભાજપે ડિજિટલ મોનિટરિંગ પર ભાર મૂક્યું છે, જ્યારે કોંગ્રેસે સ્થાનિક સમીકરણને કેન્દ્રમાં રાખ્યું
    Next Article
    સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment