Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર પાલિકા માટે ભાજપ-કોંગ્રેસની વ્યૂહરચના:ભાજપે ડિજિટલ મોનિટરિંગ પર ભાર મૂક્યું છે, જ્યારે કોંગ્રેસે સ્થાનિક સમીકરણને કેન્દ્રમાં રાખ્યું

    5 days ago

    ભાજપે ચૂંટણીમાં ટિકિટ ઇચ્છુકો માટે વિશેષ પરિચય પત્રક ફરજિયાત બનાવ્યું છે. જે માટે ફોર્મમાં વ્યક્તિગત વિગતો, રાજકીય અનુભવ, સંગઠન સાથેનો સંબંધ, અગાઉની ચૂંટણી અને ફોજદારી કેસોની માહિતી માંગવાઈ રહી છે. ભાજપ વધુ ડિજિટલ મોનિટરિંગ, સંગઠન જોડાણ અને સોશિયલ મીડિયા પ્રભાવ પર ભાર મૂક્યું છે, જ્યારે કોંગ્રેસે સ્થાનિક સમીકરણ, મત વિસ્તારની હકીકત અને સામાજિક જોડાણને કેન્દ્રમાં રાખ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા હાજરીને મહત્વ અપાયું છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આઈડી સાથે ફોલોઅર્સની સંખ્યા આપવી ફરજિયાત છે, જેથી ઉમેદવારની લોકપ્રિયતા અને ડિજિટલ પહોંચનું મૂલ્યાંકન થઈ શકે. સાથે જ NaMo App અને SARAL Appમાં માહિતી અપડેટ કરવા જણાવાયું છે. પાલનપુર નગરપાલિકા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારોને 2 એપ્રિલ સુધીમાં ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ સાથે 3થી 4 એપ્રિલે નિયત સમય દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ચડોતર ખાતે નિરીક્ષકો સમક્ષ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફોર્મમાં વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, સામાજિક અને રાજકીય અનુભવ, અગાઉની ચૂંટણી લડત અને સેવાકીય કાર્યોની વિગત સમાવેશ પામે છે. ખાસ કરીને ઉમેદવારના મતવિસ્તાર અંગેની માહિતી—જેમ કે કુલ મતદારોની સંખ્યા, જાતિ સમીકરણ અને સ્થાનિક મુદ્દાઓ—પર ભાર મૂકાયો છે, જેથી ગ્રાઉન્ડ રિયાલિટી સમજી શકાય.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠાના વિભાજન બાદ બદલીનો ધમધમાટ:વાવ- થરાદ અને બનાસકાંઠા જીલ્લાફેર બદલી માટે 700 કર્મચારીઓની અરજી
    Next Article
    આજે હનુમાન જયંતી:લક્ષ્મીપુરા પાસે વાદીલાધામ હનુમાન મંદિરે ચમેલીનું તેલ ચડે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment