Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ સગીરા દુષ્કર્મ-મોત કેસમાં ઘટસ્ફોટ:યુવકે લોહીવાળા કપડાં નદીમાં ફેંકી દીધા, હોટેલમાં રૂ.700 આપીને ઉંમર છુપાવી; બંને હોસ્પિટલો શંકાના ઘેરામાં

    1 day ago

    કલોલ તાલુકાની 17 વર્ષ અને 10 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ પછી મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી દીધી છે. 6 ઓગસ્ટે પેથાપુરના 22 વર્ષીય પ્રેમીએ સેકટર 16ના કેપિટલ ગેસ્ટ હાઉસ કમ હોટેલના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. ચાર હોસ્પિટલ સારવાર બાદ પણ પીડિતાનો જીવ બચી શક્યો નથી. પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દિશાંતની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પગરવ હોસ્પિટલ સગીરાના પરિજનો પહોંચ્યા એ પહેલા જ આરોપી દિશાંત ભાગી ગયો હતો. રસ્તામાં કોઈ સ્થળે પોતાના લોહીવાળા કપડાં બદલીને સાબરમતી નદીમાં ફેકી દીધા હતા. જ્યાંથી તે અમદાવાદ ચાંદખેડા રહેતી બહેનના ઘરે પહોંચ્યો હતો. આરોપી દિશાંતે હોટેલમાં રિસેપ્શનિસ્ટને રૂ.700 આપીને સગીરાની ઉંમર છુપાવી હતી. આ ઉપરાંત બંને હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે. ગેસ્ટ હાઉસ સંચાલક, બંને હોસ્પિટલો સામે કાર્યવાહી થઈ શકે પેથાપુર પીઆઇ અંકુર દેસાઈએ જણાવ્યું કે, આરોપી પોતાના કપડા નદીમાં ફેકી આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જ્યારે ડિવાઇન, પગરવ હોસ્પિટલના સત્તાધીશોના નિવેદન બાકી છે. જો એમાં બેદરકારી જણાઈ આવશે તો હોસ્પિટલો સામે પણ ગુનો નોંધીશું. વધુમાં તેમણે ઉમેર્યું કે, ડિવાઇન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સ પેન્ટ કપડા, CCTV કબ્જે લેવાયા છે. જ્યારે ગેસ્ટ હાઉસના સંચાલકે સગીરાના પુરાવા વિશે સંતોષકારક જવાબ આપ્યો નથી, તેની સામે ગુનો દાખલ કરાશે. આ બંને ઉપરાંત હોસ્પિટલો અંગે મેડિકલ બોર્ડ કમિટીને પણ રિપોર્ટ કરાશે. આરોપીના પિતાની તપાસ કરાશે આરોપીના રિમાન્ડ દરમિયાન તેના પિતાની પણ ભૂમિકા તપાસવામાં આવશે. તેમજ આરોપી ક્યાંથી કયા ગયો, પુરાવાનો નાશ કરવા કપડા નદીમાં કઈ જગ્યાએ નાખ્યા, એક્ટિવા સહિતના મુદ્દામાલની રિકવરી કરાશે. ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, સગીરાના પરિવારજનો આજે રજૂઆત કરી છેકે આ કેસમાં દીકરી-પરિવારની વધુ બદનામી થાય નહીં એ રીતે પોલીસ તપાસ કરવામાં આવે. મિત્રનું એક્ટિવા લઈને આવ્યો અને સગીરાને લઈ ગયો પોલીસ સૂત્રો મુજબ, બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સગીરા ગત તા. 6ઠ્ઠી ઓગસ્ટના રોજ કલોલથી કોલેજ આવી હતી. કોલેજ છૂટ્યા પછી સગીરાને સરખેજ રહેતા તેના માસીના ઘરે જવાનું હતું. જે અંગે એકાદ વાગ્યે સગીરાને તેના પિતા સાથે પણ વાત થઈ હતી. જોકે કોલેજ છૂટ્યા સમયે દિશાંત તેના મિત્રનું એક્ટિવા લઈને બહાર ઉભો રહ્યો હતો. અને પ્રિ-પ્લાનિંગ મુજબ સગીરાને લલચાવી ફોસલાવી એક્ટિવા ઉપર અપહરણ કરીને સીધો જ દોઢેક વાગે સેકટર 16 સ્થિત કેપિટલ હોટેલ કમ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આશરે અઢી કલાક સુધી સગીરાને પીખતો રહ્યો જ્યાં અગાઉથી પ્લાનિંગ મુજબ દિશાંતે પોતાનું ઓળખકાર્ડ આપ્યું હતું. પરંતુ રિસેપ્શન ઉપર બેઠેલા શખસે રૂ.700ની લાલચમાં સગીરાની ઉંમરના પુરાવારૂપે કોઈ દસ્તાવેજ માગવાની તસ્દી લીધી ન હતી. બાદમાં દિશાંત સગીરાને રૂમમાં લઈ ગયો અને આશરે અઢી કલાક સુધી સગીરાને પીખતો રહ્યો હતો. રસ્તામાં જ સગીરાને પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો આ દરમિયાન સગીરાને કોઈ કારણસર ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. જેના લીધે ગાદલું ચાદર લોહી લોહી થયું હતું. બાદમાં સાડા ત્રણ આસપાસ આરોપી એક્ટિવા પર સગીરાને ઘરે મૂકવા માટે નીકળ્યો હતો. પરંતુ અધવચ્ચે રસ્તામાં જ સગીરાને પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો એટલે દિશાંત રાંધેજાની ડિવાઇન હોસ્પિટલ લઈ ગયો હતો. ઉંમર ખોટી કહીને હોસ્પિટલમાં એડમિટ કરાવી જ્યાં આરોપીએ સગીરાની ઉંમર 19 વર્ષની હોવાનું જણાવી ગેસ્ટ હાઉસમાં આચરેલા કૃત્યની હકીકત વર્ણવી હતી. એ વખતે પણ ડિવાઇન હોસ્પિટલે સાચી ઉંમરની ખરાઈ કર્યા વિના કે પોલીસને જાણ કર્યા વિના જ સારવાર કરી હતી. એનેસ્થેસિયા આપ્યા પહેલા સગીરા ભાનમાં હતી અને કોઈ કારણસર તેણે પણ પોતાની ઉંમર સાચી કહી ન હતી. સગીરા અર્ધ બેભાન થઈ, આરોપીએ પિતાને હકીકત કહી જોકે એ પછી પાંચેક વાગ્યા સુધી સગીરા અર્ધ બેભાન થઈ ગઈ અને તેની તબિયત લથડતા ડિવાઇન હોસ્પિટલે હાથ અધ્ધર કરીને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહી દીધું હતું. આ વાતથી ભાંડો ફૂટી જશે એવા ડરે દિશાંતે તેના પિતા ભરત શર્માને સઘળી હકીકત જણાવી દીધી હતી. બાદમાં એમ્બ્યુલન્સમાં સગીરાને SGS હોસ્પિટલ લઈ ગયો હતો. અને આરોપીના પિતા પણ સીધા ત્યાં પહોંચ્યા હતા. જોકે અહીં સગીરાને એડમિટ કરવાનો મેળ પડ્યો ન હતો. ત્યાં સુધી સગીરા લગભગ કોમા જેવી હાલતમાં જતી રહી હતી. આરોપીના પિતાએ દીકરી હોવાનું કહીને હોસ્પિટલમાં એડમિટ કરાવી બાદમાં બાપ દીકરો પગરવ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ભરતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે સગીરાને પોતાની દીકરી હોવાનું જણાવી 6ઠ્ઠી ઓગસ્ટે મોડી સાંજે એડમિટ કરી દીધી હતી. જ્યાં હોસ્પિટલે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી અને મહિલા ગાયનેક ડોકટરે સગીરાના ઇન્ટર્નલ પાર્ટમાં ટાંકા લઈ દાખલ કરી હતી. જોકે થોડા કલાકોમાં જ સગીરાની તબિયત વધુ લથડી પડતાં વેન્ટિલેટર પણ લેવાની નોબત આવી હતી. દીકરાનું પાપ છુપાવા પિતા 10 લોકો સાથે કલોલ પહોંચ્યા આટલો ગંભીર મામલો હોવા છતાં પગરવ હોસ્પિટલના સત્તાધીશોએ પણ પોલીસને જાણ કરવાની તસ્દી લીધી ન હતી. તો બીજી તરફ દીકરાનું પાપ છુપાવા પિતા ભરતે પણ સગીરાના પરિવારને આ બધાંથી વાફેક કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ દીકરી માસીના ઘરે નહીં પહોચતા પરિવારે આખી રાત શોધખોળ ચાલુ રાખી હતી. આ તરફ હોસ્પિટલમાં સ્થિતિ વિકટ બની જતા ભરતે સામાજિક ચક્રો ગતિમાન કર્યા અને સગીરાના પિતાની સગી બહેન-બનેવી સહિતના આઠ દસ લોકોને લઈને વહેલી સવારે સાડા પાંચેક વાગે કલોલ પહોંચ્યા હતા. સગીરા જીવન મરણના ઝોલા ખાઈ રહી હતી જ્યાં ભરતે 6ઠ્ઠી ઓગસ્ટે બપોરના ત્રણેક વાગ્યે બંને કેપિટલ હોટેલમાં ગયા પછીની હકીકત જણાવી મામલો સામાજિક અને આર્થિક રીતે પતાવી દેવાની ઓફર કરી હતી. પરંતુ દીકરીના પરિવારજન માન્યા ન હતા અને બધા ત્યાંથી રવાના થયા હતા. બાદમાં પરિવારજનો વહેલી સવારે સાડા છ વાગ્યે પગરવ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં જઈને જોયું તો સગીરા જીવન મરણના ઝોલા ખાઈ રહી હતી. બાદમાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મધરાતે સગીરાનું સારવાર દરમિયાન મોત આ દરમિયાન મોડી સાંજ સુધી પગરવ હોસ્પિટલે સગીરાની સારવારનો ખેલ ચાલુ રાખી મોડી સાંજે હાથ અધ્ધર કરી દીધા હતા. આખરે દીકરીને લઈને 7 મી ઓગસ્ટે આશરે આઠેક વાગ્યે પરિવાર એડવાન્સ હોસ્પિટલ ગયો હતો. જ્યાં મધરાતે અઢી ત્રણ વાગ્યાની આસપાસ સગીરાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Who Is Ali Abdollahi? Iran's New Military Chief Known For War Threats To US
    Next Article
    વાલીઓને નામ-અટક-જાતિ સુધારવા DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે:કચેરી આપના દ્વારે કાર્યક્રમ હેઠળ 13 ઓગસ્ટ સુધી સુધારણા કેમ્પ, જાણો કઈ તારીખે કયા વિસ્તારમાં કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment