Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની ગેરરીતિ:ચોરી કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું, મેં તો ફક્ત 2 ગુણનું‎ લખ્યું હતું, હું નહીં મારો બાજુવાળો કાપલી લાવ્યો હતો!‎

    4 days ago

    જિલ્લામાં ધો.10 અને ધો.12ના 32208 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન લેવાયેલા સીસીટીવી ફૂટેજ પેપર ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં 36 વિદ્યાર્થી ગેરરીતિ કરતા જણાયા હતા. સુનાવણી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ મેં તો ફક્ત બે જ ગુણનું લખ્યું હતું. હું કાપલી લાવ્યો ન હતો પણ બાજુવાળો લાવ્યો હતો તેમાંથી ફક્ત એક દાખલો જ લખ્યો હતો. મે ફક્ત 7 ગુણનો પ્રશ્ન જ લખ્યો હતો જેવી અનેક બાબતો રજૂ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી સુરેન્દ્રનગરના માળોદ રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે 26 ફેબ્રુઆરીથી જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ એસએસસી સુપરવાઇઝર આચાર્ય રેખાબેન પરમાર અને એચએસસી સુપરવાઇઝર જયેશભાઈ પઢારિયાના સુપરવિઝન હેઠળ 2700 ડીવીડી તપાસ પૂર્ણ કરાઈ હતી. જે અંતર્ગત 1 એપ્રિલના રોજ જિલ્લા પરીક્ષા સમિતિ સુરેન્દ્રનગર દ્વારા પરીક્ષામાં શંકાસ્પદ ગેરરીતિ કરતા જણાતા કુલ 36 વિદ્યાર્થી, વાલીઓ, સ્થળ સંચાલક અને ખંડ નિરિક્ષક રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવેલ. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઇ ઓઝા, અમીનભાઇ ઘેસાણી, ભરતભાઇ પરમાર તથા પરીક્ષા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા. બોર્ડને કુલ 36 વિદ્યાર્થીનો અહેવાલ મોકલાયો છે. ગાંધીનગર શિક્ષણ બોર્ડ આગળની કાર્યવાહી નક્કી કરશે વિદ્યાર્થીઓને તેમના વાલી, તે કક્ષના ખંડ નિરિક્ષક, સ્થળ સંચાલકને બોલાવાયા હતા. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કલેક્ટર કચેરી પ્રિતિનિધિ સહિત અધિકારીઓની કમિટી સમક્ષ વિદ્યાર્થીની ફૂટેજમાં ઓળખ કરાઇ હતી. વિદ્યાર્થીઓએ ગેરરીતિ કબૂલી હતી. આથી રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. હવે આગળની કાર્યવાહી ગાંધીનગર શિક્ષણ બોર્ડ નક્કી કરશે તેમુજબ થશે.- અરવિદભાઇ ઓઝા, જિલ્લા શિક્ષણાધિકારી હું તો હોલ ટિકિટ ખિસ્સામાં મૂકતો હતો સહિતના બહાના મોબાઇલથી, કાપલીથી, મોબાઇલથી ફોટો પાડી લખતા, ખીસામાં કાપલી સહિત ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસે જવાબ માંગતા પોતે વિદ્યાર્થીએ મે તો ચોરી નથી કરી હું તો હોલ ટિકિટ ખિસ્સામાં મૂકતો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ મેં તો ફક્ત બે જ ગુણનું લખ્યું હતું વગરે બહાના બતાવ્યા હતા. વાલીની હાજરીમાં ફૂટેજ બતાવતા ચોરી કબૂલી હતી.
    Click here to Read More
    Previous Article
    સુવિધા:STના નવા 37 એક્સપ્રેસ રૂટ શરૂ થતાં પેસેન્જરને ભાડામાં રૂ.40 સુધી લાભ થશે
    Next Article
    સુરેન્દ્રનગરના ગરબા મંડળની અનોખી સેવા:સુરેન્દ્રનગરના મંડળે 9 વર્ષમાં મળેલા દાનની રૂ. 23.59 લાખની રકમ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment