Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના ગરબા મંડળની અનોખી સેવા:સુરેન્દ્રનગરના મંડળે 9 વર્ષમાં મળેલા દાનની રૂ. 23.59 લાખની રકમ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં અર્પણ કરી

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના મંડળો અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. ત્યારે શહેરના શહેરના સુરેન્દ્રનગરના રાધે પ્રજ્ઞા મંડળ/રાધે આનંદ ગરબા મંડળ નિ:શુલ્ક સેવા માટે છેલ્લા 9 વર્ષમાં લોકો તરફથી સ્વેચ્છિક મળેલી રૂ.23,59,269 ની રકમ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં અર્પણ કરી હતી. સુરેન્દ્રનગરના રાધે પ્રજ્ઞા મંડળ/રાધે આનંદ ગરબા મંડળ દ્વારા જિલ્લામાં તેમજ જિલ્લા બહાર ગાયત્રી યજ્ઞ, શાંતિ પાઠ, આનંદના ગરબા વગેરે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. આ પ્રવૃતિમાં લોકો તરફથી સ્વૈચ્છિક રીતે મળતી રકમ પણ આ મંડળ દ્વારા ભેગી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મંડળ દ્વારા રૂ.3,59,158 અર્પણ કરાઇ હતી. આથી તા. 28-3-2026ના રોજ વાંકાનેર ગાયત્રી માતાના 34મા પાટોત્સવ પ્રસંગે સુરેન્દ્રનગરના રાધે પ્રજ્ઞા મંડળના સભ્યો નયનભાઈ હિંમતલાલ ઠાકર, ભગવતીપ્રસાદ સી.જાની, અરુણાબેન સુરેશભાઈ દવે, મીનાબા અનિરૂદ્ધસિંહ ઝાલા, આશાબેન નયનભાઈ ઠાકર, કંચનબેન ભગવતીપ્રસાદ જાની વગેરે સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ લોકો તરફથી સ્વૈચ્છિક રીતે મળતી રકમ પણ દર વર્ષે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠને અર્પણ કરવામાં આવે છે. વાંકાનેર વેદમાતા ગાયત્રી ચેરીટેબલ ટ્સ્ટ દ્વારા આ મંડળની સેવાની બિરદાવી હતી. બીજી તરફ આ રકમ ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગૌસેવા, બાળકોના શિક્ષણ સહિતની પ્રવૃતિમાં ફાળવે છે. ગાયત્રી યજ્ઞ, શાંતિ પાઠ વગેરે કાર્યમાં લોકો તરફથી સ્વૈચ્છિક રકમ મળે છે આ મંડળ દ્વારા કરાતી સેવાકીય પ્રવૃતિઓ જેવી કે ગાયત્રી યજ્ઞ, શાંતિ પાઠ, આનંદના ગરબા વગેરેમાં લોકો તરફથી મળતી સ્વૈચ્છિક રકમની અમારા ટ્રસ્ટ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરમાં જમા કરાવી આપે છે. આમ છેલ્લા નવ વર્ષમાં આ મંડળ દ્વારા અમારા ટ્રસ્ટને કુલ રૂ.23,59,269 અર્પણ કર્યા છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. વેદ માતા ગાયત્રી આ મંડળના સભ્યોને આવી સેવાકીય પ્રવૃતિઓ કરવાની વધુને વધુ શક્તિ આપે તેવી અમારી અંતઃકરણની પ્રાર્થના કરી હતી.{ અશ્વિનભાઈ રાવલ, મુખ્ય સંચાલક, ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર
    Click here to Read More
    Previous Article
    બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની ગેરરીતિ:ચોરી કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું, મેં તો ફક્ત 2 ગુણનું‎ લખ્યું હતું, હું નહીં મારો બાજુવાળો કાપલી લાવ્યો હતો!‎
    Next Article
    Live: Trump To Address The Nation Shortly On Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment