Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીના ગોઇમા ગામે ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત:એક્ટિવા પર નોકરીએ જતા દંપતીને બસે અડફેટે લીધા, 33 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

    1 day ago

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામના ગૌમુખી ફળિયા પાસે ઉદવાડાથી નાનાપોંઢા તરફ જવાના માર્ગ પર ST બસ અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર સવાર 33 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. વેલ્સપન કંપનીમાં નોકરી પર જવા નીકળ્યા હતા મળતી માહિતી મુજબ, કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારના અરનાલા ગામના મુસ્લિમ ફળિયામાં રહેતા 33 વર્ષીય ઇન્જામુલહક અબ્દુલહક ખોત અને તેમની પત્ની દિવ્યાબેન વાપીની વેલ્સપન કંપનીમાં નોકરી કરતા હતા. 14 ઓગસ્ટના રોજ ઇન્જામુલહક પોતાની એક્ટિવા મોપેડ નંબર GJ-15-EH-9284 પર પત્ની દિવ્યાબેનને બેસાડીને નોકરી પર જવા નીકળ્યા હતા. પૂરઝડપે આવતી ST બસે એક્ટિવને ટક્કર મારી દંપતી ગોઇમા ગામના ગૌમુખી ફળિયા પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતી ST બસ નંબર GJ-18-ZT-0785ના ચાલકે બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર પટકાયા હતા. પતિનું સારવાર દરમિયાન મોત, પત્ની ગંભીર અકસ્મતમાં ઇન્જામુલહકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને તાત્કાલિક નાનાપોંઢાની ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સવારે 9 વાગ્યે ઇન્જામુલહકને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દિવ્યાબેનને જમણા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં તેમની સારવાર ચાલુ છે. બસ સ્થળ પર મૂકી ચાલક ફરાર અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમિયાન ST બસનો ચાલક બસ સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકના ભાઈ ઇનામુલહક અબ્દુલહક ખોતે પારડી પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં જહાનારા બાગ રોડ પર મોટો ભૂવો પડ્યો:સામાન્ય વરસાદમાં રસ્તો બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલ
    Next Article
    અંબાજીમાં પાટણના 7 શિક્ષકોનું સન્માન કરાયું:શ્રેષ્ઠ શિક્ષક, વિદ્યા નિધિ અને રમત માર્ગદર્શક પારિતોષિકથી શૈક્ષણિક અધિવેશનમાં થયા સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment