Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા

    19 hours ago

    કચ્છમાં વેકેશન અને ધાર્મિક ઉત્સવોની મોસમ શરૂ થતા જ બહારગામથી આવતા પ્રવાસીઓની ભીડનો લાભ લેવા ખિસ્સાકાતરૂ ટોળકી સક્રિય બની છે. ખાસ કરીને ભુજથી નલિયા જતી એસટી બસોમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મોબાઈલની ચોરી થતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં મુસાફરોને સાવચેત રહેવા અને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સ્થિત કચ્છી માડુઓ વેકેશન અને સામાજિક પ્રસંગો માટે વતન આવી રહ્યા છે. મુંબઈથી ટ્રેન દ્વારા વહેલી સવારે ભુજ રેલવે સ્ટેશન ઉતર્યા બાદ મુસાફરો અબડાસા જવા માટે એસટી બસ સ્ટેશન પહોંચે છે. લાંબી મુસાફરીના થાકને કારણે મુસાફરો અસાવધ હોય છે, જેનો લાભ ખિસ્સાકાતરૂઓ ઉઠાવે છે. બસોની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડનો લાભ લઈ ગઠિયાઓ નજર ચૂકવી મોબાઈલ અને કિંમતી સામાન સેરવી લે છે. ચોરીનો ભોગ બનનારા મોટાભાગના મુસાફરો બહારગામના હોવાથી પોલીસ સ્ટેશનના ધક્કા અને કાયદાકીય ગૂંચવણથી બચવા ફરિયાદ કરવાનું ટાળે છે. મુસાફરોને કયા પોલીસ મથકે જવું તેની જાણકારી હોતી નથી, પરિણામે ગઠિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. વાયરલ ઓડિયોમાં પણ ઉલ્લેખ છે કે અનેક ઘટનાઓ છતાં હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.જો એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે બસ સ્ટેશન પર ચેકિંગ વધારવામાં નહીં આવે, તો વતનમાં આવતા પ્રવાસીઓમાં કચ્છની સુરક્ષા અંગે ખરાબ છાપ ઊભી થશે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સાવચેતીની અપીલ
    Click here to Read More
    Previous Article
    આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી
    Next Article
    વિશ્વાસઘાત:ભાડાના બહાને સેન્ટરિંગનો સામાન મેળવી વેપારી સાથે વિશ્વાસઘાત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment