Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વાસઘાત:ભાડાના બહાને સેન્ટરિંગનો સામાન મેળવી વેપારી સાથે વિશ્વાસઘાત કરાયો

    22 hours ago

    સેન્ટ્રીંગનો સામાન ભાડે રાખવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. ગણેશનગર વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રીંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુળજીભાઈ વેલજીભાઈ વેકરીયાએ આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ કાન્તાબેન ગોરસિયાના પાવરનામું ધરાવીને સેન્ટ્રીંગનો વ્યવસાય સંભાળે છે અને મિરઝાપર હાઈવે પર આવેલી તેમની ઓફિસથી સામાન ભાડે આપવાનું કામ કરે છે. કોટડા ચકાર ગામનો રહેવાસી કાનજીભાઈ ખીમજીભાઈ મહેશ્વરી છેલ્લા ચાર વર્ષથી ફરિયાદી પાસેથી સેન્ટ્રીંગનો સામાન ભાડે લઈ જતો હતો. ગત ઓગસ્ટ 2025માં આરોપીએ અંજાર, ચકાર અને શેખપીર જેવા સ્થળોએ બાંધકામ ચાલતું હોવાનું જણાવી લોખંડની પ્લેટો સહિતનો અંદાજે રૂપિયા 3.50 લાખની કિંમતનો સામાન ભાડે લીધો હતો. આ સામાન ઓક્ટોબર 2025 સુધીમાં પરત કરવાનો હતો, પરંતુ આરોપીએ સામાન પરત કરવાને બદલે ગલ્લાતલ્લાં શરૂ કર્યા હતા. ભાડા પેટે લીધેલો સામાન પરત ન કરી અને ભાડાની રકમ પણ ન ચૂકવી આરોપીએ વેપારી સાથે પૂર્વયોજિત કાવતરું રચી 3.50 લાખનો સામાન અને 35 હજાર ભાડું મળી 3.85 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉઘરાણી માટે ફોન કર્યા તો ફોન ઉપાડવાનું બંધ કરાયું ફરિયાદીના કર્મચારીઓએ જ્યારે સામાનની ઉઘરાણી માટે ફોન કર્યા ત્યારે આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. શંકા જતાં વેપારીના માણસોએ તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આરોપી કાનજી મહેશ્વરીએ આ ભાડાનો સામાન પરત કરવાને બદલે અન્ય વ્યક્તિઓને બારોબાર વેચી માર્યો હતો અથવા પધરાવી દીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલોક સામાન શીણાઈ પાસેની એક સંસ્થામાં પડ્યો હતો, જ્યારે અન્ય સામાન અન્ય શખ્સોને વેચી દેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા
    Next Article
    કરુણાંતિકા:પશ્ચિમ કચ્છમાં આપઘાત-અપમૃત્યુની ઘટનાઓમાં 4 વ્યક્તિના કરૂણ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment