Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોભનાબેન બારૈયાએ વંદે ભારતની મુસાફરી કરી શામળાજીમાં ધજા અર્પણ કરી:હિંમતનગરથી શામળાજી સુધી ભાજપ આગેવાનો સાથે મુસાફરી, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ

    8 hours ago

    સુરતથી ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેનની નિયમિત સેવા 4 ઓક્ટોબરથી શરૂ થશે, જેને હિંમતનગર અને શામળાજી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નિયમિત સેવા પહેલાં સુરત થી હિંમતનગર,શામળાજી થઈને ઉદેપુર પહોંચી છે.આજે ઇનોગ્રેશન માટે ઉદેપુર જઇ રહી હતી. આ ઇનોગ્રેશન વંદે ભારતમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા સાથે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ, વિકાસ અધિકારી, ભાજપ મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના આગેવાનોએ મુસાફરી કરી. હિંમતનગરથી શામળાજી પહોંચ્યા બાદ સાંસદ શોભનાબેન બારૈયાએ ભગવાન શામળિયાના દર્શન કરી ધજા ચઢાવી. તેમણે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવી ગર્વની વાત ગણાવી. આ સેવા શરૂ થવાથી સાબરકાંઠા અને અરવલ્લીના મુસાફરોને સુરત અને ઉદયપુર તરફ ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે. શામળાજી યાત્રાધામના શ્રદ્ધાળુઓ માટે પણ આ સ્ટોપેજ મહત્વનું બનશે. લગ્ન, ખરીદી, વેપાર જેવા કામ માટે પણ મુસાફરી સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં 97 દિવ્યાંગજનોને સાધન સહાય અપાઈ:"સેવા મેરા યોગદાન" અભિયાન હેઠળ કાર્યક્રમ, જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર હાજર રહ્યા
    Next Article
    'ભોટુ કિંગ'નો આતંક:રાધનપુર ચોકડી પાસે ખુલ્લેઆમ ધોકાવાળી, વાયરલ વીડિયોએ ખોલી પોલ, નોંધાયો ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment