Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલુકા મથકે ધક્કા ટળે તે માટે ઉપલોવાસ પ્રા.શાળામાં કાર્યક્રમ:બળદિયામાં વિવિધ યોજનાઓ માટે 200 જેટલી અરજીઓ રજૂ કરાઇ

    6 hours ago

    બળદિયા ગામે રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગામડાંના નાગરિકોને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વિધવા સહાય, પેન્શન સહિતની વિવિધ સરકારી સેવાઓ માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે અને સરકારની સેવાઓ ગામસ્તરે જ ઉપલબ્ધ બને તે હેતુથી ઉપલોવાસ બળદિયા પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અંદાજે 200 જેટલા અરજદારોએ વિવિધ સેવાઓ માટે અરજીઓ અને ફોર્મ રજૂ કર્યા હતા. ભુજ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલુંબેન ભરત બડગા, સરપંચ વનિતાબેન ખીમજી વેકરીયા, તલાટી મંત્રી કૃપાબેન જાની, રમેશ મહેશ્વરી, નાયબ મામલતદાર અનવર બલોચ, કેરા મેડિકલ ઓફિસર ડૉ. ધવલ પટેલ, હેલ્થ સુપરવાઇઝર દિવ્યાબેન વેકરીયા, મુખ્ય સેવિકા નૈનીતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશ ચાવડા, ગ્રામસેવક ગીતાબેન પરમાર, પીજીવીસીએલના અધિકારી આહીરભાઈ તથા રાઠોડભાઈ તેમજ પંચાયત સ્ટાફ ડીમ્પલબેન, જાદુભાઈ સહિતના અને શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પીએમ મોદીની જેન-ઝી સાથે ભજન ક્લબિંગ; રામમંદિર દાન ચોરી- ચંપત રાય સાક્ષી; ચૂંટણી કમિશનર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી કોંગ્રેસ
    Next Article
    કુકમા ભયાનક આગ કાંડ:દોઢ દાયકાથી ચાલતા અનધિકૃત ઓઇલ કેમિકલના ગોડાઉનથી સ્થાનિક તંત્ર અજાણ, કાર્યવાહી ક્યારે થશે ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment