Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી

    12 hours ago

    દયાપરથી એકાદ કિલોમીટરના અંતરે દોલતપર તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. હાઈવે માર્ગ પર આવેલા પોલીસ મથક નજીક બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામા બનાવ બન્યો હતો. ચિનાઈ માટીના પાઇપ ભરેલ ટ્રકમાં આગના બનાવને લઈને જીએમડીસી પાનધ્રો તેમજ ઉંમરસરમાં જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. અને સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાઇવે માર્ગ પર બનેલા બનાવને લઈને રસ્તાની બંને તરફ વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. બનાવને પગલે દયાપર પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. આગનો બનાવ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બંને હોવાનું લોકોએ જણાવ્યું હતું. ટ્રકના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી
    Next Article
    મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment