Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંઢીયો બ્રિજ ખૂલ્લો મૂકાતા ST બસનું ભાડું ઘટ્યું:રાજકોટથી મોરબીમાં રૂ.3 થી રૂ.14, જામનગર જતી બસમાં રૂ.16 સુધીનો ઘટાડો : 4 કિ.મી.નું ડાયવર્ઝન બંધ થતા એસટી બસ વહેલી પહોંચશે

    22 hours ago

    રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢીયા બ્રિજનું નિર્માણ થઈ જતા વાહન ચાલકોને તો રાહત થઈ જ છે પરંતુ તેની સાથે મોરબી અને જામનગરની એસટી બસના ભાડામાં ઘટાડો થતાં મુસાફરોને ફાયદો થયો છે. રાજકોટથી મોરબી જતી લોકલથી વોલ્વો સુધીની બસનું ભાડું રૂ.3 થી રૂ.14 સુધી ઘટ્યું છે જ્યારે રાજકોટથી જામનગર જતી એસટી બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો ઘટાડો થયો હોવાનું એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ - જામનગર રોડને જોડતા સાંઢીયા પુલનું રૂ.74.32 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા માટે ગત તા.7 માર્ચ,2024 ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. મે,2024 થી આ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે 13 જૂન,2026 એટલે કે 2 વર્ષ બાદ આ બ્રિજનું નિર્માણ થઈ જતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બ્રિજ બંધ હતો ત્યારે એસટી બસને 4 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડતી હતી. જેને કારણે રાજકોટથી મોરબી અને જામનગર જતી લોકલથી લઈ વોલ્વો બસના ભાડામાં રૂ.3 થી રૂ.16 નો વધારો થયો હતો પરંતુ હવે બ્રિજ ખૂલ્લો મુકાઈ જતા એસટી બસ ત્યાંથી આવી શકે છે અને તેથી મુસાફરોને ભાડામાં રાહત થઈ છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક એમ.પી.રાજે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા બ્રિજનું કામ પૂર્ણ થતા એસટી બસના ભાડામાં ઘટાડો થયો છે. જેમાં રાજકોટથી મોરબી તરફની લોકલ અને એક્સપ્રેસ બસમાં રૂ.3, લકઝરી/સ્લીપરમાં રૂ.4, ગુર્જરનગરીમાં રૂ.5 અને વોલ્વો બસમાં રૂ.14 નો ઘટાડો થયો છે. આ જ રીતે જામનગર તરફ જતી બસમાં લોકલમાં રૂ.3, ગુર્જરનગરીમાં રૂ.4, લકઝરી/સ્લીપરમાં રૂ.5, એક્સપ્રેસમાં રૂ.6 અને વોલ્વોમાં રૂ.16 નો ઘટાડો થયો છે. રાજકોટથી મોરબી જતી બસનું ભાડું સર્વિસ - જૂનું ભાડું - નવું ભાડું - ઘટાડો લોકલ - રૂ.59 - રૂ.56 - રૂ.3 એક્સપ્રેસ - રૂ.105 - રૂ.102 - રૂ.3 ગુર્જરનગરી - રૂ.119 - રૂ.114 - રૂ.5 લક્ઝરી/સ્લીપર - રૂ.136 - રૂ.132 - રૂ.4 વોલ્વો - રૂ.207 - રૂ.193 - રૂ.14 રાજકોટથી જામનગર જતી બસનું ભાડું સર્વિસ - જૂનું ભાડું - નવું ભાડું - ઘટાડો લોકલ - રૂ.72 - રૂ.69 - રૂ.3 એક્સપ્રેસ - રૂ.123 - રૂ.117 - રૂ.6 ગુર્જરનગરી - રૂ.132 - રૂ.128 - રૂ.4 લક્ઝરી/સ્લીપર - રૂ.165 - રૂ.160 - રૂ.5 વોલ્વો - રૂ.267 - રૂ.251 - રૂ.16
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો બાદ આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન:20 જૂન સુધી ધરણા ને આવેદનપત્ર આપશે, સુપ્રીમના નિર્ણય સામે શિક્ષક સંઘોએ બાયો ચડાવી
    Next Article
    અચ્છા એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા:લાખાણીના ગેરકાયદે ‘પાલિયા એલિગન્સ’ના ઉદ્ઘાટનમાં ખુદ MP-તત્કાલીન મેયર સહિતના મોટા માથા પહોંચ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment