Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    STને કેશલેસ વહેવાર ફળ્યો:એસટીની મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટથી દૈનિક આવક 3 લાખને પાર

    14 hours ago

    એસટીમાં સફર કરતા મુસાફરો કેશલેસ વહેવાર કરે તે માટે બે મહિના અગાઉ 450 કન્ડક્ટર્સને ઓટોમેટેડ ટિકિટિંગ મશીનો આપવામાં આવ્યાં હતા. માર્ચ મહિનામાં પહેલીવાર વડોદરા એસટી ડિવિઝનમાં કેશલેસ વહેવારનો આંક 3 લાખને વટાવ્યો છે. જેમાં સૌથી વધુ આવક વડોદરા ડેપોએ કરી છે. રેલવેની જેમ એસટીને પણ કેશલેસ વહેવારને પ્રોત્સાહિત કરવા માટે કહેવાયું છે. આ વિશે વાત કરતા વડોદરાના ડિવિઝનલ મેનેજર જેએન પટેલે જણાવ્યું કે, આ કુલ આવકના 10 ટકા જેટલી છે પણ લોકો ઝડપથી કેશલેસ વહેવાર એસટીમાં કરી રહ્યાં છે. વડોદરા પછીના ક્રમે સૌથી વધુ કેશલેસ વહેવાર ડભોઇ અને પાદરા ડેપો દ્વારા નોંધાઇ રહ્યો છે. વડોદરા ડિવિઝનમાં વડોદરા ઉપરાંત બોડેલી, છોટાઉદેપુર, ડભોઇ, કરજણ. પાદરા, વાઘોડિયા અને સાવલી ડેપોનો સમાવેશ થાય છે. જે વિસ્તારમાં શહેરીકરણ વધુ છે ત્યાં એસટીમાં ડિજિટલ આવક વધુ છે. બીજી તરફ વાઘોડિયા જેવા વિસ્તારોમાં પણ લોકો હજીય એસટી સિવાયની વૈકલ્પિક વ્યવસ્થામાં સફર કરતા હોવાથી ત્યાં પણ ડિજિટલ કલેકશનથી આવક ઓછી નોંધાઇ રહી છે. ડેપો વાઈઝ આવકની વિગતો (આ આવક 19મી માર્ચ, 2025ની છે. સ્રોત- વડોદરા એસટી ડિવિઝન)
    Click here to Read More
    Previous Article
    લોટી ઉત્સવ યોજાયો:યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવે શોભાયાત્રા નીકળી,5 હજારથી વધુ વૈષ્ણવો ઉમટ્યા
    Next Article
    આજે અષ્ટમી:માઈ મંદિરોમાં હવન, ચંડિયાગ, નવાર્ણ મંત્રના જાપ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment