Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અષ્ટમી:માઈ મંદિરોમાં હવન, ચંડિયાગ, નવાર્ણ મંત્રના જાપ કરાશે

    21 hours ago

    આજે દુર્ગાષ્ટમી સાથે રામનવમી પણ ઉજવાશે. સવારે 11.51 વાગ્યા સુધી અષ્ટમી છે ત્યારબાદ નોમ બેસે છે જે 27 માર્ચના રોજ સવારે 10.09 મિનિટ સુધી છે. તિથિ ઘડી અને પળના સંયોગને કારણે આજે અષ્ટમી અને રામ નવમી એક દિવસે ઊજવાશે. આજે દુર્ગાષ્ટમીએ માઈ મંદિરોમાં હવન, પૂજન, ચંડિયાગ અને નવાર્ણ મંત્રના જાપ, માતાજીના અભિષેક, શણગાર અને નૈવેદ્ય કરવામાં આવશે. કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિર, માંડવી અંબામાતા મંદિર, બેંક રોડ પર આવેલા મહાલક્ષ્મીજીના મંદિરોમાં આજના દિવસે વિવિધ પૂજન અર્ચન યોજાશે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. મહાગૌરી માતાના પૂજનથી સૌભાગ્યની પ્રાપ્તિ સાથે સુખ-શાંતિ, માન-પ્રતિષ્ઠા અને આનંદની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને માતાજીને ખીર અને સફરજનનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આઠમના દિવસે માતાજીના હવન પૂજનનો વિશેષ મહિમા છે. આજના દિવસને હવનાષ્ટમી કહેવાય છે. હવનાષ્ટમીના દિવસે હવન કરવાથી ઘરની અનિષ્ટતાનો નાશ થાય છે. 108 નવાર્ણ મંત્રની એક માળાનો હોમ વિદ્વાન બ્રહ્મનો પાસ કરાવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    STને કેશલેસ વહેવાર ફળ્યો:એસટીની મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટથી દૈનિક આવક 3 લાખને પાર
    Next Article
    બાઈક રેલીનું આયોજન કરાયું:ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવે 240 યુવક-યુવતીઓની બાઈક રેલી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment