Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલથી થનારી બેંક હડતાળ ટળી:કર્મચારીઓની 5 ડે વર્કિંગની માંગ, રજાઓ પર હાઈ લેવલ કમિટી બનશે

    1 day ago

    બેંકોમાં 5 દિવસ કામકાજની માંગને લઈને આવતીકાલથી થનારી ત્રણ દિવસની બેંક હડતાળ ટળી ગઈ છે. એટલે કે 28, 29 અને 30 સપ્ટેમ્બરે થનારી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ હાલમાં નહીં થાય. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે. બેંક હડતાળને કારણે નાણાં મંત્રાલયના નિર્દેશ પર 10 વર્ષ બાદ રવિવારે સામાન્ય લોકો માટે બેંકો ખોલવામાં આવી હતી. આ પહેલાં, 2016માં નોટબંધી બાદ 14 નવેમ્બરે રવિવારના દિવસે બેંકો ખોલવામાં આવી હતી. તે સમયે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા, જમા કરવા અને રોકડ ઉપાડવા માટે લોકો બેંકોમાં લાઇનમાં ઊભા રહ્યા હતા. ભીડને સંભાળવા માટે સરકારે રવિવારે પણ બેંકો ખોલવાનો નિર્ણય લીધો હતો. હડતાળમાં 90% કર્મચારીઓ જોડાવાના હતા હડતાળમાં દેશની 7 મોટી બેંક યુનિયનો સામેલ થવાની હતી, જેમાં લગભગ 90%થી વધુ બેંક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOCનો સમાવેશ થાય છે. બેંકોમાં 5-ડે વર્કિંગ અંગે સરકારનો ઇનકાર બેંક કર્મચારીઓની હડતાળના ઠીક પહેલાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી. નાણાં મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે તેના પર કોઈ સહમતી બની નહોતી. PLI સ્કીમને લઈને પણ સરકાર અને યુનિયનો આમને-સામને અઠવાડિયામાં 5 દિવસ કામ ઉપરાંત બોનસ (PLI)ના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકારે મોટા અધિકારીઓ જેમ કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે બોનસનો નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત સારું કામ કરનારા અધિકારીઓને 365 દિવસના બેઝિક પગાર જેટલું ઇન્સેન્ટિવ અથવા બોનસ મળી શકે છે. બેંક યુનિયનો આ બાબતનો પણ વિરોધ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાલથી થનારી બેંક હડતાળ ટળી:5 દિવસની કામગીરીને લઈને રજાઓ અંગે હાઈ લેવલ કમિટી બનાવવામાં આવશે
    Next Article
    3-Day Bank Strike Deferred After Meeting Between Association, Unions

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment