Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ વતન જવા માટે મુસાફરોની ચિંતા દૂર:ST નિગમ દોડાવશે 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું આયોજન

    7 hours ago

    દિવાળીના તહેવારોમાં વતન જવા માટે નીકળતા મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા GSRTC દ્વારા રાજ્યભરમાં 2400 જેટલી એક્સ્ટ્રા બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે. આ વ્યવસ્થા અંતર્ગત 4થી 7 નવેમ્બર દરમિયાન નિયમિત બસો ઉપરાંત 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોને આ વ્યવસ્થાથી મોટી રાહત મળશે. સુરતથી સૌરાષ્ટ્ર માટે વિશેષ વ્યવસ્થા સુરતમાં રોજગાર માટે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના રત્નકલાકારો સહિતના મુસાફરો દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં વતન જતા હોય છે. આ ઉપરાંત પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકોને પણ વધારાની બસોનો લાભ મળશે. મુસાફરોને અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં સ્થળોએ પહોંચાડવા માટે વધારાની બસો દોડાવવામાં આવશે. ઓનલાઈન બુકિંગ અને 24 કલાક હેલ્પલાઈન મુસાફરો વધારાની બસોમાં મુસાફરી માટે નિગમની વિભાગીય કચેરીઓ અને ડેપો પરથી તેમજ GSRTCની અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પરથી એડવાન્સ તથા કરંટ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. મુસાફરોને બસના સંચાલન અને મુસાફરી સંબંધિત માહિતી મેળવવામાં સરળતા રહે તે માટે નિગમ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 666666 પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેના પર 24 કલાક સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે. દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને સમયસર અને સુરક્ષિત રીતે પોતાના વતન સુધી પહોંચાડવા માટે એસ.ટી. નિગમ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેગમડા બ્રિજ પરથી મહિલાએ નદીમાં છલાંગ લગાવી:સ્થાનિક લોકોએ હોડીની મદદથી તેનો જીવ બચાવ્યો, હોસ્પિટલમાં દાખલ
    Next Article
    સંતરામપુરના શણબારમાં કિસાન ગોષ્ઠિ યોજાઈ:ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનું સઘન માર્ગદર્શન અપાયું, સરકારી યોજનાઓની પણ માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment