Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરના શણબારમાં કિસાન ગોષ્ઠિ યોજાઈ:ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનનું સઘન માર્ગદર્શન અપાયું, સરકારી યોજનાઓની પણ માહિતી અપાઈ

    7 hours ago

    મહીસાગરના સંતરામપુર તાલુકાના શણબાર ગામે 'આત્મા' પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠિ યોજાઈ. મોટી સંખ્યામાં ખેડૂતોએ કૃષિ અને પશુપાલન વિશે માર્ગદર્શન મેળવ્યું. પશુ ચિકિત્સક ડૉ. દેવડાએ આદર્શ પશુપાલનથી આર્થિક સમૃદ્ધિ, પશુ રોગોથી રક્ષણ, ગાભણ પશુઓની માવજત અને પૌષ્ટિક આહાર વિશે સમજાવ્યું. ગ્રામસેવકે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપી. બાગાયત અધિકારીએ નફાકારક બાગાયતી પાકો અને ઓછા પાણીએ થતા કઠોળ પાકોના વાવેતરની સલાહ આપી. જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી "ખેતર બચાવો" અભિયાનને વેગ આપવા ભાર મૂકાયો. સી.આર.પી. દ્વારા જીવામૃત, બીજામૃત, આચ્છાદન જેવા પ્રાકૃતિક ખેતીના આયામોનું પ્રેઝન્ટેશન અપાયું. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવાયું. 'આત્મા' પ્રોજેક્ટના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    દિવાળીએ વતન જવા માટે મુસાફરોની ચિંતા દૂર:ST નિગમ દોડાવશે 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું આયોજન
    Next Article
    बिजनौर में मनाया गया सर सय्यद डे, अलीगढ़ यूनिवर्सिटी के छात्र छात्राएं हुई जमा, बाँटे अपने अनुभव

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment