Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ST બસમાં યુવાન મૃત હાલતમાં મળ્યો:મોડાસા રૂટની બસમાં મૃતદેહ મળ્યો, હાથ પર ટેટૂથી ઓળખના પ્રયાસ

    3 days ago

    મોરબી એસટી બસ સ્ટેન્ડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસા-મોરબી રૂટની બસ મોરબી પહોંચ્યા બાદ તેમાં મુસાફરી કરી રહેલો એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. કંડક્ટરે તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાથી મોરબી આવેલી એસટી બસ બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બાદ તમામ મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ કંડક્ટર બસનું બોર્ડ બદલવા માટે પાછળની તરફ ગયા ત્યારે છેલ્લી સીટ પર એક યુવાન બેઠેલો જોવા મળ્યો હતો. કંડક્ટરે યુવાનને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શરીરમાં કોઈ હલનચલન ન થતાં તેમને શંકા ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે 20થી 25 વર્ષની હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેના હાથ પર ‘શૈલેન્દ્ર કુમાર’ નામ લખેલું છે અને ત્રણ સ્ટારનું ટેટૂ પણ ત્રોફાવેલું છે. આ નિશાનીઓના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવાન અમદાવાદથી બસમાં સવાર થયો હતો અને તેણે મોરબીની ટિકિટ લીધી હતી. પોલીસને યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદ:પાકિસ્તાની આરોપીઓ દ્વારા 300 કિલો જેટલું હિરોઈન ભારતમાં સ્મગલિંગ કરીને, પૈસા આતંકવાદી પ્રવૃતિઓમાં વાપરવાનો આક્ષેપ હતો
    Next Article
    ભુજ કોડકી રોડ પર 8 ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment