Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ:પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

    7 घंटे पहले

    બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતકનો મોબાઈલ એફએસએલ તપાસ માટે કબજે કરવાની કાર્યવાહી દરમિયાન એક યુવકે પત્રકાર હોવાની ઓળખ આપી પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ધમકી આપી ફરજમાં અવરોધ ઊભો કરતા સરકારી કામગીરીમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગેની વિગત પ્રમાણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ધનજીભાઈ ગાબુએ એક યુવક (પત્રકાર તરીકે ઓળખ આપનાર) નીતિન નગીનદાસભાઈ વસાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તથા સ્ટાફના માણસો ગત તા.19 નવેમ્બરના પરાબીટની ઓફીસ નં-7માં હાજર રહી કામગીરી કરી રહ્યા હતા અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રફુલકુમાર પટેલ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અકસ્માત મોત નં-49/2026 ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબના ગુનાની તપાસ કરતાં હોય અને મરણજનારનો મોબાઇલ એફ.એસ.એલ. તપાસણી અર્થે કબ્જે કરવાનો હોય, જે અંગે મોબાઇલ કબ્જે કર્યા અંગેનું પંચનામું કરવા માટે અરજદાર નવઘણભાઈ ધુડાભાઈ ધલવાણિયા (ઉ.વ.38) રહે,બોટાદ,ખોડીયારનગર -2ને ફોન કરી પોલીસ સ્ટેશને બોલાવતા બપોરેના સવા એક વાગ્યાના અરસામાં નવઘણભાઇ ધુડાભાઇ ધલવાણિયા તથા તેમની સાથે આવેલા નીતિન વસાણી (રહે.બોટાદ)એ પોતે પત્રકાર હોવાની ઓળખ આપી પો.કો.જીતેન્દ્રભાઈ ગાબુ સાથે બોલાચાલી કરવા લાગેલ. "અમારે કોઈ પંચ નામું કરવાનું થતું નથી કે કોઈ મોબાઇલ કબ્જે કરવા દેવાનો થતો નથી.” તેવું જણાવી અરજદારને પોલીસ વિરૂદ્ધ ઉશ્કેરણી કરી પોતાની સાથે પોલીસ સ્ટેશન બહાર લઈને જતા રહેલ.થોડીવાર પછી ફરીવાર અરજદારને સાથે લાવી પરાબીટ ઓફિસ રૂમ નં-7માં આવી જીતેન્દ્રભાઈ તથા અન્ય પોલીસ કર્મચારી સાથે જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગેરવર્તન કરવા લાગેલ. દરમિયાન પરાબીટનાં ઇન્ચાર્જ પીએસઆઇ ડી.બી.લાવડીયા ત્યાં આવી ગયેલ અને આ નીતિનભાઈને સમજાવવા જતાં તેમના પર એકદમ ઉશ્કેરાઈ ગયેલ.
    Click here to Read More
    Previous Article
    અવ્યવસ્થા બાદ વહીવટી તંત્ર હવે સો. મીડિયાના સહારે:પ્રવાસીઓની નારાજગી દૂર કરવા તંત્ર દ્વારા વિદેશી પ્રવાસીઓના સુખદ અનુભવોના ઈન્ટરવ્યુ શેર કરી બ્રાન્ડિંગની કવાયત
    Next Article
    ST બસો હવે નેશનલ હાઈવે બ્રિજ:કારછા સ્ટેન્ડ અને એચ.જી. વિદ્યાલય સર્વિસ રોડ પરથી અવરજવર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment