Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકલન બેઠકમાં સ્વાગત અને પીજી પોર્ટલના પ્રશ્નોની સમીક્ષા કરાઈ:મોરબીમાં પેન્ડિંગ લોકફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના

    7 घंटे पहले

    મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સ્વાગત અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલી ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કચેરીઓ માટે નવી જમીન ફાળવણી, રોડ-રસ્તાના પ્રશ્નો અને વિકાસકામોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જિલ્લા પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજનની બેઠકોમાં પણ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને વિવિધ વિકાસકામોની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. અલગ-અલગ કચેરીઓ માટે જમીન ફાળવણીના પ્રશ્નોની સમીક્ષા સાથે પોર્ટલ પર બાકી રહેલી અરજીઓનો યોગ્ય નિકાલ થાય તે માટે વિભાગવાર સૂચનો અપાયા હતા. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળની કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. પ્રવાસન સ્થળોના વિકાસની પણ ચર્ચા જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં પ્રવાસન સ્થળોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા આયોજનની બેઠકમાં આયોજન હેઠળનાં વિકાસકામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. રોડ-રસ્તાના પ્રશ્નો અને જિલ્લાના અન્ય વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પણ કલેક્ટરે જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબીના નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલી જિલ્લા સંકલન અને આયોજન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ. તસવીર : કિશન પરમાર
    Click here to Read More
    Previous Article
    ST બસો હવે નેશનલ હાઈવે બ્રિજ:કારછા સ્ટેન્ડ અને એચ.જી. વિદ્યાલય સર્વિસ રોડ પરથી અવરજવર કરશે
    Next Article
    पैंक्रियाटिक कैंसर पर वैज्ञानिकों की बड़ी कामयाबी, नई दवा ने जगाई उम्मीद

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment