Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ST બસમાં ચઢતી વખતે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ગાયબ:વડોદરા-ફાગવેલ રૂટની બસમાં ધક્કામુક્કીનો લાભ લઈ 15 ગ્રામનો 80 હજારની કિંમતની ચેઇન તફડાવીને તસ્કર ફરાર

    11 hours ago

    વડોદરા શહેરના છાણી જકાતનાકા ST બસ સ્ટેન્ડ પર બસમાં ચઢતી વખતે ધક્કામુક્કીનો લાભ લઈને અજાણ્યા શખસે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી. પતિ સાથે લગ્નપ્રસંગમાં જવા નીકળેલી મહિલાને ચેઇન ચોરાઈ ગયાની જાણ થતાં પાછળ ફરીને જોયું હતું, પરંતુ ચોર નજરે પડ્યો નહોતો. આ બનાવમાં આશરે 15 ગ્રામ વજનની અને રૂ.80 હજારની કિંમતની સોનાની ચેઇન ગુમાવતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે ગળામાંથી સોનાનો ચેઈન સેરવી ગઠિયો ફરાર નિઝામપુરા વિસ્તારમાં રહેતાં 53 વર્ષીય ઇલાબેન ખ્રિસ્તી ઘરકામ કરે છે. ગત 16 નવેમ્બરના રોજ તેઓ પોતાના પતિ પ્રકાશભાઈ સાથે સુઈગામ ખાતે સંબંધીના લગ્નપ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. સવારે સાડા નવ વાગ્યાના અરસામાં છાણી જકાતનાકા એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી બરોડાથી ફાગવેલ જતી સરકારી બસમાં ચઢી રહ્યાં હતાં. તે સમયે મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે કોઈ અજાણ્યા શખસે તેમના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લીધો હતો. ચેઇન ખેંચાતાં જ ઇલાબેને પાછળ ફરીને જોયું હતું, પરંતુ આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નહોતી. ત્યારબાદ તેઓ લગ્નપ્રસંગમાં જવા રવાના થઈ ગયાં હતાં. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ પતિ સાથે પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આશરે 80 હજારની કિંમતના સોનાના ચેઇનની ચોરી અંગે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વૃંદાવન દર્શને ગયેલા ITIના પ્રિન્સિપાલના બંધ મકાનમાં ચોરી:પરિવાર ઘરે આવતા દરવાજાનો નકુચો તૂટેલો ને ઘરમાં સામાન વેરવિખેર મળ્યો, સોના-ચાંદીના દાગીના સહિત 86 હજારની ચોરી
    Next Article
    "ત્રીજી વ્યક્તિની વાતમાં આવી પરિવાર બરબાદ ન કરો":અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલિંગથી પતિને પોતાની ભૂલ સમજાઈ, શાકભાજીવાળા સાથે પત્ની વાત કરતી હોવોનો વ્હેમ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment