Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "ત્રીજી વ્યક્તિની વાતમાં આવી પરિવાર બરબાદ ન કરો":અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલિંગથી પતિને પોતાની ભૂલ સમજાઈ, શાકભાજીવાળા સાથે પત્ની વાત કરતી હોવોનો વ્હેમ હતો

    7 hours ago

    વડોદરા જિલ્લાના પાદરામાં ત્રણ વર્ષ જૂની એક વાતને મનમાં રાખીને પત્ની પર શંકા કરતા અને અવારનવાર ઝઘડો કરી મારપીટ કરતા પતિના ત્રાસથી કંટાળેલી 42 વર્ષીય મહિલાએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મહિલાની રજૂઆતને પગલે અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પતિ સહિત પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમની સમજાવટ બાદ પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને પત્ની સાથે હવે પછી ઝઘડો કે મારપીટ નહીં કરવાની ખાતરી આપી હતી. 3 વર્ષ જૂની વાતને લઈને પતિ આપતો હતો શારીરિક-માનસિક ત્રાસ મળતી માહિતી મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલાં ઘરની બાજુમાં રહેતા એક પડોશીએ મહિલાના પતિને જણાવ્યું હતું કે ગામમાં શાકભાજી વેચવા આવતા એક વ્યક્તિ સાથે તેની પત્ની વાતચીત કરતી હતી. આ સામાન્ય વાતને પગલે પતિના મનમાં પત્ની પ્રત્યે શંકાનું બીજ રોપાયું હતું. જોકે, મહિલાના જણાવ્યા મુજબ આવો કોઈ સંબંધ ન હોવા છતાં પતિ આ જૂની વાતને લઈને છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર તેની સાથે ઝઘડો કરતો અને મારપીટ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. અભયમ ટીમના કાઉન્સેલિંગ બાદ પતિએ ભૂલ સ્વીકારી પતિના સતત ત્રાસથી કંટાળેલી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં ટીમે પરિવારના સભ્યોને સાથે બેસાડી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમે પતિને સમજાવ્યું હતું કે, "કોઈ ત્રીજી વ્યક્તિની વાતને આધારે પત્ની પર શંકા કરવી અને પરિવારનું જીવન બરબાદ કરવું યોગ્ય નથી." અભયમ ટીમની સમજાવટ બાદ પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે પત્ની પર પૂરો વિશ્વાસ હોવાની કબૂલાત કરી હતી અને હવે પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો કે મારપીટ નહીં કરવાની તેમજ જૂની વાત ભૂલીને નવેસરથી સુખી જીવન શરૂ કરવાની ખાતરી આપી હતી. પતિના આશ્વાસન બાદ મહિલાએ રાહત અનુભવી હતી અને 181 અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ST બસમાં ચઢતી વખતે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ગાયબ:વડોદરા-ફાગવેલ રૂટની બસમાં ધક્કામુક્કીનો લાભ લઈ 15 ગ્રામનો 80 હજારની કિંમતની ચેઇન તફડાવીને તસ્કર ફરાર
    Next Article
    UGVCL | મહેસાણામાં UGVCLમાં ભરતી અને FRT આઉટસોર્સ સિસ્ટમ બંધ કરવાની માંગ | Mehsana | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment