Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃંદાવન દર્શને ગયેલા ITIના પ્રિન્સિપાલના બંધ મકાનમાં ચોરી:પરિવાર ઘરે આવતા દરવાજાનો નકુચો તૂટેલો ને ઘરમાં સામાન વેરવિખેર મળ્યો, સોના-ચાંદીના દાગીના સહિત 86 હજારની ચોરી

    11 hours ago

    વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. ગોત્રી ITIમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મનોજભાઈ પરમાર પરિવાર સાથે 11 દિવસ માટે વૃંદાવન દર્શને ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.86 હજારની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ITI ખાતે છેલ્લા 4 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં દોલતનગર પાછળ આવેલી જયભારત ન્યૂ VIP સોસાયટીમાં રહેતા 42 વર્ષીય મનોજભાઈ પરમાર ગોત્રી ITI ખાતે છેલ્લા 4 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. ગત 10 નવેમ્બરના રોજ સવારે પરિવાર સાથે મકાનને તાળું મારી તેઓ વૃંદાવન દર્શને ગયા હતા. 21 નવેમ્બરના રોજ વહેલી સવારે વડોદરા પરત ફરી રિક્ષામાં ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશ કરીને તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. રોકડ સહિત 86 હજારના મુદ્દામાલની ચોરી કરી ઘરના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રાખેલી તિજોરી તપાસતાં તેમાંથી ચાંદીના બે છડા, ચાંદીની એક લક્કી, સોનાની બે બુટ્ટી અને રોકડા રૂ.20 હજાર ગાયબ હોવાનું જણાયું હતું. ચોરાયેલા દાગીના અને રોકડની કુલ કિંમત રૂ.86 હજાર થાય છે. અજાણ્યા તસ્કરો 10 નવેમ્બરની સવારથી 21 નવેમ્બરની વહેલી સવાર દરમિયાન કોઈપણ સમયે મકાનમાં ઘૂસી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મનોજભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા અકોટા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના અડ્ડા પર મકરપુરા પોલીસની રેડ:ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની T-20 મેચ પર રમાતો હતો સટ્ટો, વોટ્સએપ ગ્રુપ મારફતે ચલાવાતું હતું નેટવર્ક
    Next Article
    ST બસમાં ચઢતી વખતે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ગાયબ:વડોદરા-ફાગવેલ રૂટની બસમાં ધક્કામુક્કીનો લાભ લઈ 15 ગ્રામનો 80 હજારની કિંમતની ચેઇન તફડાવીને તસ્કર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment