Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    STમાં 15 દિવસના ભાડામાં થશે 30 દિવસની મુસાફરી:દરરોજ અપડાઉન કરતા મુસાફરો માટે એસટીની મોટી રાહત, અત્યાર સુધી 18 દિવસનું ભાડું વસૂલાતું

    10 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફરોને 50 ટકા સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે. 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી નવા નિયમ મુજબ માસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે આ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફર માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને સતત 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે. ત્રિમાસિક પાસમાં પણ મોટી રાહત ત્રિમાસિક પાસમાં પણ મુસાફરોને સીધો લાભ મળશે. અગાઉ 90 દિવસના પાસ માટે 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું. હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ સુધી મુસાફરી કરી શકાશે. 2.5 લાખથી વધુ મુસાફરોને ફાયદો GSRTCના આ નિર્ણયથી રાજ્યમાં રોજિંદા અપડાઉન કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, વેપારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓને સીધો આર્થિક લાભ મળશે. ખાસ કરીને દરરોજ એસ.ટી. બસમાં નોકરી કે વ્યવસાય માટે આવન-જાવન કરતા મુસાફરોના માસિક મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. નિગમના આ નિર્ણયથી મુસાફરોને આર્થિક રાહત મળવાની સાથે વધુ લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે. GSRTC દ્વારા સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર બસ સેવા સાથે મુસાફરોને વધુ લાભ મળે તે દિશામાં આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી LCBએ કડીયાળી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:પાડોશી જ ચોર નિકળ્યો, દિવાલ કૂદીને મકાનમાં પ્રવેશી વાસણોની ચોરી કરી, પોલીસે આરોપીને ઝડપી લીધો
    Next Article
    સોનગઢ GSCL પાવર સ્ટેશન ટ્રાફિક સમસ્યા ઉકેલવા બેઠક:ઓવરલોડ રોકવા બે નવા વેબ્રિજ લગાવવામાં આવશે, 100 થી 150 સુધી ટ્રકની અવરજવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment