Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ GSCL પાવર સ્ટેશન ટ્રાફિક સમસ્યા ઉકેલવા બેઠક:ઓવરલોડ રોકવા બે નવા વેબ્રિજ લગાવવામાં આવશે, 100 થી 150 સુધી ટ્રકની અવરજવર

    9 hours ago

    સોનગઢના વાગદા અને ઘોડાજૂથ સહિત 10થી વધુ ગામોના રહીશો GSCL અને થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં ગંભીર ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પોન્ડ એશના નિકાલ અને પરિવહનને કારણે સર્જાયેલી આ સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર અને સ્થાનિક પક્ષકારો હરકતમાં આવ્યા છે. સ્થાનિક સરપંચો દિનેશભાઈ ગામિત અને જેસનીબેન ગામિતના જણાવ્યા મુજબ, સવારના 6 વાગ્યાથી જ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની લાંબી કતારો લાગે છે. આ માર્ગ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે મહત્વપૂર્ણ છે. માર્ગ પરના અયોગ્ય આયોજન અને બેરીકેડ્સને કારણે રોજિંદા ટ્રાફિક જામ થાય છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ ફોન ઉપાડવાનું ટાળે છે. ટ્રાફિકને કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે વહીવટી તંત્ર અને પાવર સ્ટેશનના સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. અગાઉ વેબ્રિજ બહાર હોવાથી ઓવરલોડ વાહનોની સમસ્યા હતી. તેના નિવારણ માટે હવે એક જ જગ્યાએ બે નવા વેબ્રિજ લગાવવામાં આવ્યા છે, જેથી યોગ્ય વજન થઈ શકે. ઉપરાંત, ટ્રાફિક નિયંત્રણ માટે સિંગલ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે. જોકે, કેનાલને સમાંતર રોડ પર આ વ્યવસ્થાના કારણે ટ્રાફિક વધ્યાની વાત સ્વીકારવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલાર્થે એશલિફ્ટરના સંચાલકો અને સમિતિના સભ્યોની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ટ્રકોની સંખ્યા મર્યાદિત કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અગાઉ રોજની 250 થી 300 જેટલી ટ્રકો અવરજવર કરતી હતી, તેના બદલે હવે તેને ઘટાડીને 100 થી 150 સુધી સીમિત કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ નવા નિર્ણયોથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને ટુ-વ્હીલર ચાલકો તથા રાહદારીઓની મુશ્કેલીઓ હળવી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ નિયમોનું કડક અમલીકરણ થાય તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    STમાં 15 દિવસના ભાડામાં થશે 30 દિવસની મુસાફરી:દરરોજ અપડાઉન કરતા મુસાફરો માટે એસટીની મોટી રાહત, અત્યાર સુધી 18 દિવસનું ભાડું વસૂલાતું
    Next Article
    ખેડૂતને રાચરડાની જમીનનો સોદો ભારે પડ્યો:24 કરોડમાં નક્કી કરેલી જમીનના ભાવ વધતા માલિકો-દલાલની દાનત બગડી, ખેડૂતના 18.50 કરોડ પચાવી પાડ્યાની બોડકદેવમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment