Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી:હવસખોર પિતાને પોરબંદર LCBએ મુંબઈથી દબોચ્યો, હત્યા સહિત 16 ગંભીર ગુનાઓમાં સંડોવણી ખુલી

    7 hours ago

    પોરબંદરમાં સંબંધોને કલંકિત કરતી ગંભીર ઘટનામાં સગા પિતાએ પોતાની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. પિતાના ત્રાસથી કંટાળેલી સગીરાએ હિંમત દાખવીને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિત પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 2 ઓક્ટોબરે સગીરાએ નોંધાવી ફરિયાદ પોલીસના જણાવ્યા મુજબ, ગત 2 ઓક્ટોબર 2026ના રોજ સગીરાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે તેના સગા પિતાએ તેની સગીર વયનો ગેરલાભ ઉઠાવી બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપી પિતા માતા અને નાના ભાઈના સમ આપી કોઈને વાત ન કરવા દબાણ કરતો હતો અને જો ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મુંબઈ હાઈવેની હોટલમાંથી LCBએ આરોપીને ઝડપી પાડ્યો આરોપી મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હોવાની ચોક્કસ બાતમી મળતાં LCBની ટીમે મુંબઈ-અમદાવાદ હાઈવે પર વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી હોટલ સનસાઇન રેસીડેન્સી ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 47 વર્ષીય આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હત્યા સહિત 16 ગંભીર ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી અગાઉથી હિસ્ટ્રીશીટર છે. તેની સામે કમલાબાગ, હાર્બર મરીન અને માધવપુર પોલીસ સ્ટેશનમાં હત્યા, મારામારી, રાયોટિંગ, પ્રોહિબિશન તથા આર્મ્સ એક્ટ સહિતના આશરે 16 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સામે અગાઉ હત્યાની કલમ 302 હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આરોપીને હાર્બર મરીન પોલીસને સોંપાયો પોરબંદર LCBની ટીમે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હવે પોલીસે પોક્સો સહિતની લાગુ પડતી કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકાના જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સતત બીજા દિવસે ધરણા:ત્રીજી વખત કસ્ટડીમાં લીધા, રાહુલે કહ્યું- CECની નિમણૂક ગેરકાયદેસર, રાજીનામું ન આપે ત્યાં સુધી નહીં અટકીએ
    Next Article
    Meta Expands AI Fight Against Child Abuse Content Amid Tightened Scrutiny

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment