Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકાના જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સતત બીજા દિવસે ધરણા:ત્રીજી વખત કસ્ટડીમાં લીધા, રાહુલે કહ્યું- CECની નિમણૂક ગેરકાયદેસર, રાજીનામું ન આપે ત્યાં સુધી નહીં અટકીએ

    17 hours ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બુધવારે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. આ વખતે બંને જંતર-મંતરથી 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા. સુરક્ષા દળોએ તેમને આગળ જવા દીધા નહીં, તો પ્રિયંકા બંધારણની નકલ લઈને રસ્તા પર સૂઈ ગયા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની સુરક્ષા દળો સાથે ધક્કામુક્કી પણ થઈ. આ પહેલાં રાહુલ-પ્રિયંકા વિપક્ષી સાંસદો સાથે સાગર રત્ના રેસ્ટોરન્ટમાં લંચ કર્યા બાદ જંતર-મંતર માટે નીકળ્યા હતા. લંચ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું હતું. આ લંચમાં સપાના નેતાઓ પહોંચ્યા નહોતા. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી, પરંતુ તેમને પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પછી રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં કર્યા હતાં. જોકે પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. વિપક્ષના લંચથી લઈને અટકાયત સુધી, 8 તસવીરો… બપોરે- 1:30 વાગ્યે: વિપક્ષી સાંસદો લંચ માટે સાગર રત્ના રેસ્ટોરન્ટ પહોંચ્યા બપોરે- 2:00 વાગ્યે: રાહુલ, પ્રિયંકા અને ખડગે રેસ્ટોરન્ટની અંદર ગયા બપોરે- 2:30 વાગ્યે: વિપક્ષી સાંસદોએ લંચમાં પનીર ટિક્કા ખાધું બપોરે- 3:30 વાગ્યે: લંચ બાદ રાહુલ-ખડગે સહિત વિપક્ષી સાંસદો બસમાં બેઠા સાંજે- 5:30 વાગ્યે: રાહુલને જંતર-મંતર જવાથી રોકવામાં આવ્યા, તેઓ બસમાંથી નીચે ઉતર્યા સાંજે- 5:45 વાગ્યે: પ્રિયંકા રસ્તા પર સૂઈ ગયા સાંજે- 6:00 વાગ્યે: પોલીસ અધિકારીએ રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો સાંજે- 6:10 વાગ્યે: પોલીસે રાહુલને ઉઠાવીને બસમાં બેસાડ્યા
    Click here to Read More
    Previous Article
    10th October CJP Protest के विरोध में उतरा Influencer Rinku Pahalwan, बोला- लट्ठ लेकर जंतर-मंतर...
    Next Article
    સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી:હવસખોર પિતાને પોરબંદર LCBએ મુંબઈથી દબોચ્યો, હત્યા સહિત 16 ગંભીર ગુનાઓમાં સંડોવણી ખુલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment