Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ST ડેપોમાં 145 કર્મચારીઓની આરોગ્ય તપાસ:ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ડિજિટલ એક્સ-રેથી સ્ક્રીનિંગ કરાયું

    11 घंटे पहले

    મોરબી એસ.ટી. ડેપો ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કર્મચારીઓ અને અધિકારીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ટીબી, રક્તપિત્ત, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ સામાન્ય આરોગ્ય તપાસ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. "જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન" થીમ હેઠળ સંવેદનશીલ જૂથોના લોકોના ટીબી સ્ક્રીનિંગ અને એક્સ-રે તપાસના ભાગરૂપે આ કેમ્પ નવા બસ સ્ટેન્ડ સ્થિત એસ.ટી. ડેપોમાં યોજાયો હતો. સેન્ટ્રલ ટીબી ડિવિઝન, નવી દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલી ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીનની મદદથી કર્મચારીઓના છાતીના એક્સ-રે લેવામાં આવ્યા હતા. આ કેમ્પ દરમિયાન અંદાજે 145 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ત્વરિત નિદાન અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવાનો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે ડેપો મેનેજર પી.જી. કુંપાવત, ATI વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા, જે.એ. ઉમેશભાઈ વાઢેર, એડીએમ મહેશભાઈ પંડ્યા, ધવલભાઈ સંગત તથા એસ.ટી. ડેપોના અન્ય કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર વાવડી રોડના ડૉ. હાર્દિક દેત્રોજા, જિલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોશી, સુપરવાઇઝર દીપકભાઈ પટેલ તેમજ આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના નિકોલમાં ઇન્ટરનેશનલ સટ્ટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો:2188 મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં 324 કરોડનું સાયબર ફ્રોડ, સ્ટેટ મોનિટરીંગ સેલે 15.73 લાખના મુદ્દામાલ સાથે ઓપરેટરને દબોચ્યો
    Next Article
    અરવલ્લીમાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:4 કેન્દ્રો પર 1083 વિદ્યાર્થીઓ હાજર, 219 ગેરહાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment