Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના નિકોલમાં ઇન્ટરનેશનલ સટ્ટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો:2188 મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં 324 કરોડનું સાયબર ફ્રોડ, સ્ટેટ મોનિટરીંગ સેલે 15.73 લાખના મુદ્દામાલ સાથે ઓપરેટરને દબોચ્યો

    9 hours ago

    અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ચાલી રહેલા હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને સાયબર ફ્રોડના એક મસમોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પર્દાફાશ કરાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગુનાહિત સિન્ડિકેટ માત્ર સામાન્ય જુગાર પૂરતું સીમિત નહોતું, પરંતુ દેશભરના નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને તે નાણાંને વિદેશ સગેવગે કરવાનું એક સુનિયોજિત નેટવર્ક હતું. ડિજિટલ પુરાવાઓ અને વોટ્સએપ ગ્રૂપોની ચકાસણી દરમિયાન કુલ 2188 જેટલા શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમના દ્વારા દેશભરમાં 324 કરોડથી વધુની માતબર રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ ખાતાઓમાંથી 354 ખાતાઓને સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે અગાઉથી જ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દુબઈથી ઓપરેટ થતું હતું 40% કમિશનનું નેટવર્ક છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા આ રેકેટનો મુખ્ય આરોપી આકાશ રત્નાકર નાયક દુબઈ ખાતે સ્થિત 'યુઆન' નામના વ્યક્તિના સીધા સંપર્કમાં હતો. આકાશને દુબઈથી 40% જેટલા કમિશન પર ક્રિકેટ સટ્ટાના હાર-જીતના નાણાંની લેવડ-દેવડ અને મ્યુલ એકાઉન્ટ્સના સંચાલન માટેની મુખ્ય ભારતીય ફ્રેન્ચાઈઝી મળી હતી. આકાશે ભારતના વિવિધ રાજ્યોમાં પોતાનું જાળું ફેલાવીને 20થી 25% કમિશન પેટે અન્ય પેટા-એજન્ટોને બ્રાન્ચો ચલાવવા આપી હતી, જ્યારે યુઆન દુબઈમાં બેસીને આ આખા રેકેટનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતો હતો. નિકોલમાંથી લોકલ ઓપરેટર વિજય કરડાણી રંગેહાથ ઝડપાયો SMCની ટીમે અમદાવાદના સ્થાનિક ઓપરેટર વિજયકુમાર વલ્લભભાઈ કરડાણીને નિકોલ ખાતેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ આચરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ટેબલેટ, 3 મોબાઈલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ અને હેરિયર કાર સહિત કુલ 15.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિજય કરડાણીના મોબાઈલના વોટ્સએપ ગ્રૂપમાંથી 281 બેંક એકાઉન્ટ્સની વિગતો મળી આવી હતી, જેમાંથી 50 એકાઉન્ટ ઓલરેડી ફ્રીઝ થયેલા છે. અનિલ કોટકના મોબાઈલમાંથી મળ્યો 1907 બેંક એકાઉન્ટ્સનો ડેટા મળ્યો નાણાકીય વ્યવહારો સંભાળવામાં મુખ્ય ભૂમિકા ભજવતા અન્ય આરોપી અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટકના મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રૂપોમાંથી સૌથી વધુ એટલે કે ૧૯૦૭ બેંક ખાતાઓનો ડેટા મળી આવ્યો છે, જેમાંથી ૩૦૪ ખાતાઓ ફ્રીઝ થયેલા છે. આ કરોડોની નાણાકીય લેવડ-દેવડમાં પોતાની ઓળખ છુપાવવા માટે મિત જયેશભાઈ કાલરિયા અને જય ઉર્ફે રાજા લલીતભાઈ અઘેરા નામના આરોપીઓ મ્યુલ એકાઉન્ટ્સનો સીધો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત અમદાવાદનો નિકુંજ અને થરાદ (બનાસકાંઠા)નો પ્રફુલ પણ આ કમિશન બેઝ્ડ કૌભાંડમાં મદદ કરી રહ્યા હતા. 47 આરોપીઓ સામે ગુનો દાખલ, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આ સિન્ડિકેટના સંચાલનમાં રાજવીરસિંઘ નામનો મુખ્ય આરોપી હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે. આ સમગ્ર આયોજનબદ્ધ ષડયંત્રમાં પરસ્પર મેળાપીપણું કરીને કમિશન મેળવનારા અન્ય સાગરીતોમાં હર્ષલ કેતનભાઇ દાફડા, કરણ હિંમતસિંહ ઠાકોર, ચેતન સવજીભાઇ વાછાણી, રોહન કિશન થાપા, સમ્રાટ પટેલ, નિથિનસિંઘ, ટોમ ઠક્કર અને હાર્દિક ડાભીના નામો ખુલ્યા છે. પોલીસે આ તમામ સાગરીતો ઉપરાંત અન્ય ૪૬ જેટલા કસ્ટમર્સ (ગ્રાહકો) સહિત કુલ 47 આરોપીઓ વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ (IT Act) અને જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આંતરરાષ્ટ્રીય કનેક્શનના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ ટી-20 વર્લ્ડકપ- ભારતની પ્રથમ વિકેટ પડી:સ્મૃતિ મંધાના 17 રન બનાવીને બોલ્ડ; સાઉથ આફ્રિકા સામે સ્કોર-47/1
    Next Article
    મોરબી ST ડેપોમાં 145 કર્મચારીઓની આરોગ્ય તપાસ:ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ડિજિટલ એક્સ-રેથી સ્ક્રીનિંગ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment