Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:STની વોલ્વો યાત્રિકોની પહેલી પસંદ | માત્ર એક જ વર્ષમાં મુસાફરોની સંખ્યા 138.50% વધીને 1.50 લાખને પાર થઈ

    13 hours ago

    ગુજરાત એસ.ટી. નિગમ હેઠળ સંચાલિત રાજકોટ વોલ્વો ડેપોએ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ મળવા લાગતા હવે યાત્રિકોને એસ.ટી.ની વોલ્વો બસની સફર ગમવા લાગી છે. પરિણામે, માત્ર એક જ વર્ષમાં ડેપોના મુસાફરોની સંખ્યામાં આશરે 138.50 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર-2025માં રાજકોટ વોલ્વો ડેપોની કુલ આવક રૂ.2.63 કરોડ હતી, જે વધીને સપ્ટેમ્બર-2026માં રૂ.3.89 કરોડ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ડેપોની આવકમાં 47.89 ટકાની વૃદ્ધિ થઈ છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, સપ્ટેમ્બર-2025 દરમિયાન ડેપોમાં મુસાફરોની સંખ્યા માત્ર 63,143 હતી, જે સપ્ટેમ્બર-2026માં સીધી વધીને 1,50,599 થઈ ગઈ છે. મુસાફરોને ઉત્તમ સેવાનો અનુભવ કરાવવા માટે ડેપો દ્વારા અનેકવિધ સ્માર્ટ પગલાં લેવામાં આવ્યા છે. ફાયદો | પેમેન્ટ અને ફીડબેકની ડિજિટલ વ્યવસ્થા, સ્વચ્છતાની બાબતો મુસાફરોને આકર્ષે છે કર્મચારીઓને સતત માર્ગદર્શન ગૂગલ મીટ દ્વારા કર્મચારીઓને સતત માર્ગદર્શન અપાય છે. ડિજિટલ પેમેન્ટની સુવિધાથી રોજ રૂ.2.50 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન થાય છે. આ ઉપરાંત, ભાવનગર, દીવ, દ્વારકા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે એ.સી. લક્ઝરી અને હિરાસર એરપોર્ટ, મોરબી માટે ઇલેક્ટ્રિક બસ દોડાવાઈ રહી છે. સ્વચ્છતા જાળવવા ગંદકી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ રહી છે. > એન.વી. ઠુમ્મર, વોલ્વોના ડેપો મેનેજર, રાજકોટ
    Click here to Read More
    Previous Article
    53 હજાર મહિલા માટે ‘સખી સેન્ટર’ બન્યું દીવાદાંડી:આશ્રયથી લઈ તબીબી સહાય
    Next Article
    23થી 27 નવેમ્બર દરમિયાન ચાલશે વર્ચ્યુઅલ વર્ગો:માસ્ટર-પીએચ.ડીના વિદ્યાર્થીને ક્વાન્ટમ ટેક્નોલોજીનો કોર્સ ફ્રીમાં શીખવશે યુનેસ્કો, 31મી સુધી અરજી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment