Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23થી 27 નવેમ્બર દરમિયાન ચાલશે વર્ચ્યુઅલ વર્ગો:માસ્ટર-પીએચ.ડીના વિદ્યાર્થીને ક્વાન્ટમ ટેક્નોલોજીનો કોર્સ ફ્રીમાં શીખવશે યુનેસ્કો, 31મી સુધી અરજી થશે

    13 hours ago

    વિજ્ઞાન જગતમાં નવી ક્રાંતિ લાવતી ક્વાન્ટમ ટેક્નોલોજી શીખવા માટે યુનેસ્કો દ્વારા એક તક આપવામાં આવી રહી છે. યુનેસ્કો દ્વારા ‘ક્યુબીટ્સ: પ્લેટફોર્મ્સ એન્ડ ક્વાન્ટમ ઇકોસિસ્ટમ્સ’ નામના ફ્રી ઓનલાઈન કોર્સ માટે અરજીઓ મગાવવામાં આવી છે. આ કોર્સમાં ભાગ લેવા માટે ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો આગામી 31 ઓક્ટોબર 2026 સુધીમાં યુનેસ્કોની સત્તાવાર વેબસાઇટ unesco.org પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ કોર્સ ખાસ કરીને યુવા શોધકર્તાઓ અને માસ્ટર ડિગ્રી તથા પીએચ.ડી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 23થી 27 નવેમ્બર 2026 દરમિયાન ઝૂમ એપના માધ્યમથી વર્ચ્યુઅલ વર્ગોનું સંચાલન કરવામાં આવશે. આ વૈશ્વિક કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ક્વાન્ટમ સાયન્સની બારિકાઈઓ સમજવાનો અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય સાથે જોડાવાનો અવસર મળશે. આ ખાસ શૈક્ષણિક કાર્યક્રમમાં માત્ર 30થી 40 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની જ પસંદગી કરવામાં આવશે. આ કોર્સનું સંચાલન સ્વિટ્ઝરલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ બેસલ અને એનસીસીઆર સ્પિન સાથે જોડાયેલા ડૉ. મારિયા લોંગોબાર્ડી દ્વારા કરવામાં આવશે. કોર્સ પૂરો કરનાર પ્રત્યેક વિદ્યાર્થીને મેન્ટરશિપની તક મળશે અને યુનેસ્કો દ્વારા ઈ-મેલ દ્વારા પ્રમાણપત્ર મોકલવામાં આવશે. ક્વાન્ટમ સાયન્સ અને ક્યુબિટ્સની માહિતી મળશે 1 અત્યાધુનિક જ્ઞાન | આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી ગણાતી ક્વાન્ટમ સાયન્સ અને ક્યુબિટ્સની પાયાની અને ઊંડાણપૂર્વકની માહિતી મળશે. 2 આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ | વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય અને સ્વિટ્ઝરલેન્ડના નિષ્ણાતો સાથે સીધા જોડાઈને આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્ક બનાવવાની તક મળશે. 3 મેન્ટરશિપનું માર્ગદર્શન | કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રત્યેક વિદ્યાર્થીને વિશેષ મેન્ટરશિપ અને યુનેસ્કો તરફથી ઈ-મેલ દ્વારા પ્રમાણપત્રની પુષ્ટિ મળશે. 4 ગ્લોબલ સાઉથને પ્રાથમિકતા | મર્યાદિત તકો ધરાવતા ક્ષેત્રો અને વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે આગળ વધવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. 5 કરિયર-સંશોધન માટે ઉપયોગી | આ જ્ઞાન વૈજ્ઞાનિક સંશોધનો, ઉચ્ચ અભ્યાસ (પીએચ.ડી), ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી તેમજ ફિઝિક્સ અને ક્વાન્ટમ ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:STની વોલ્વો યાત્રિકોની પહેલી પસંદ | માત્ર એક જ વર્ષમાં મુસાફરોની સંખ્યા 138.50% વધીને 1.50 લાખને પાર થઈ
    Next Article
    રામનાથપરા સ્મશાનમાં એક સકારાત્મક ઝુંબેશના કારણે ગેર માન્યતા દૂર થઈ:સ્મશાનમાં મંદિરે ગૂંજતી ઓર્કેસ્ટ્રા આરતીથી 2 લાખથી વધુ ભક્તોમાં જાગૃત થઈ ચેતના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment