Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીતામંદિર ST બસ સ્ટેશન માર્કેટમાં નકલી સેમસંગ મોબાઇલ વેચવાનું કૌભાંડ:પોલીસે 1,034 ફોન અને લેપટોપ સહિત ₹7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 14 વેપારી સામે કાર્યવાહી

    15 hours ago

    અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં આવેલી મોબાઈલની દુકાનોમાંથી બ્રાન્ડેડ સેમસંગ કંપનીના લોગોવાળા નકલી મોબાઈલ ફોન વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલસીબી ઝોન-6 ની ટીમે દરોડો પાડીને બિલ વગરના શંકાસ્પદ સેમસંગ, નોકિયા અને જીયો કંપનીના 1,034 મોબાઈલ ફોન, લેપટોપ અને એસેસરીઝ મળી કુલ રૂ. 7.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કાગડાપીઠ પોલીસે ગીતામંદિર માર્કેટના રિટેલરો અને કાલુપુર રિલીફ રોડના હોલસેલર્સ સહિત 14 વેપારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેમસંગના પ્રતિનિધિ દ્વારા તપાસ કરાવતા ડુપ્લિકેટ ફોન હોવાનું ખુલ્યું ગીતામંદિર મોબાઈલ માર્કેટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી ડુપ્લિકેટ મોબાઈલ પધરાવાતા હોવાની બાતમીના આધારે પોલીસે અગાઉ તપાસ શરૂ કરી હતી. ગુરુગ્રામની 'રિએક્ટ ઇન્ડિયા પ્રા. લી.' અને દિલ્હીની 'અસ્વથ લીગલ' વતી સેમસંગ કંપનીના સિનિયર એસોસિએટ સૌરભકુમાર પાંડેયને બોલાવી ચકાસણી કરાવતાં તમામ ફોન નકલી હોવાનું અને કંપનીની મંજૂરી વગર ટ્રેડમાર્ક-લોગોનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગીતામંદિરની 'ભોલેનાથ મોબાઈલ' અને 'મહાવીર મોબાઈલ' સહિતના ગોડાઉનમાંથી રૂ. 6.61 લાખની કિંમતના 1,034 મોબાઈલ તથા લેપટોપ, ચાર્જર, બેટરી સહિત રૂ. 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાલુપુર રિલીફ રોડના જથ્થાબંધ વેપારીઓ પાસેથી બિલ વગર માલ ખરીદ્યો હતો ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી બિલ વગર આ નકલી જથ્થો લાવ્યા હતા. કાગડાપીઠ પોલીસે ગીતામંદિર માર્કેટના રમેશભાઈ સોલંકી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવીન્દ્રકુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્રભાઈ મોદી તેમજ કાલુપુર રિલીફ રોડના સપ્લાયર્સ અશોકભાઈ, ભઈલુભાઈ, વિવેકભાઈ, ગોપીભાઈ, કુલદીપભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ અને દર્શનભાઈ સામે ટ્રેડમાર્ક્સ એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચપ્પુ બતાવી 15 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:​જીમખાના અને એસ્ટેટના ધાબે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકનું કૃત્ય, આરોપીની શોધખોળ
    Next Article
    કઠવાડામાં 16 વર્ષીય સગીરા પર કારમાં દુષ્કર્મ:આરોપી અંગત પળોના ફોટો વાઇરલ કરી સગાઈ તોડાવવાની ધમકી આપી બ્લેકમેલ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment