Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કઠવાડામાં 16 વર્ષીય સગીરા પર કારમાં દુષ્કર્મ:આરોપી અંગત પળોના ફોટો વાઇરલ કરી સગાઈ તોડાવવાની ધમકી આપી બ્લેકમેલ કરતો

    16 hours ago

    અમદાવાદના નિકોલ-કઠવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કારમાં દુષ્કર્મ આચરવાનો અને અંગત પળોના ફોટા પાડી મંગેતરને મોકલી બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાની સગાઈ તોડાવવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરનાર આરોપી સામે સગીરાના પરિવારે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નપ્રસંગમાં પરિચય બાદ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું કઠવાડા રોડ પર પરિવાર સાથે રહેતી સગીરાનો 2022માં એક લગ્નપ્રસંગ દરમિયાન નવરંગપુરાના રાજેશ અમરતભાઈ રાઠોડ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ અને ફોન પર વાતચીત શરૂ થતાં આરોપીએ લગ્નની લાલચ આપી હતી. ગત 22 એપ્રિલ, 2024ના રોજ આરોપી સગીરાને કઠવાડા ઇસ્કોન મંદિર પાછળ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2026ના રોજ કારમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી મોબાઈલમાં અંગત પળોના ફોટા પાડી લીધા હતા. સગાઈ નક્કી થતાં ફોટા મંગેતરને મોકલી ધમકી આપી દરમિયાન સગીરાની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતાં આરોપી રાજેશે સગીરાના મંગેતરને અંગત ફોટા મોકલી આપી સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી. આરોપી કઠવાડા ગામના તળાવ પાસે આવ્યો હોવાની જાણ થતાં સગીરાના પિતા અને દાદા ત્યાં પહોંચ્યા ત્યારે આરોપીએ તેમની સાથે પણ ઝઘડો કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગીતામંદિર ST બસ સ્ટેશન માર્કેટમાં નકલી સેમસંગ મોબાઇલ વેચવાનું કૌભાંડ:પોલીસે 1,034 ફોન અને લેપટોપ સહિત ₹7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 14 વેપારી સામે કાર્યવાહી
    Next Article
    સોનું 5 દિવસમાં ₹3,866 અને ચાંદી ₹14,011 સસ્તી થઈ:10 ગ્રામ સોનું ₹1.46 લાખ પર આવ્યું, ચાંદી ₹2.07 લાખે પહોંચી; જુઓ આજના ભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment