Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચપ્પુ બતાવી 15 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:​જીમખાના અને એસ્ટેટના ધાબે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકનું કૃત્ય, આરોપીની શોધખોળ

    14 hours ago

    શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીર સાથે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યું હતું. મેટ્રો સ્ટેશન નીચે અને ઘરની બહાર રમતો હતો ત્યારે જીમખાના તેમજ એસ્ટેટના ધાબા ઉપર લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું આ બાબતે સગીરના પરિવારને જાણ થતા તેણે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડની તજવીજ હાથ ધરી છે. સગીર ક્રિકેટ રમતો હતો ત્યારે આરોપી લઈ ગયો અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા પરિવારનો 15 વર્ષીય સગીર પુત્ર ઘર નજીક રહેતા દીપક ઉર્ફે લાલો મનસુખભાઈ પરમાર સાથે મિત્રતા ધરાવતો હતો. બે મહિના અગાઉ સગીર જ્યારે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો, ત્યારે આરોપી દીપક તેને લલચાવીને નજીકના સરકારી જાહેર જીમખાનામાં લઈ ગયો હતો. ત્યાં ડરાવી-ધમકાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ આરોપીએ કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભયભીત સગીરે પરિવારને કંઈ જણાવ્યું નહોતું. ચપ્પુ બતાવીને ફરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ રાતે સગીર સોસાયટીમાં રમી રહ્યો હતો ત્યારે આરોપી તેને સોસાયટી પાછળ આવેલા એસ્ટેટની અગાશી પર લઈ ગયો હતો. ત્યાં આરોપીએ ચપ્પુ બતાવી ફરીથી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બે વખત આ કૃત્ય બાદ માનસિક ત્રાસ અનુભવી રહેલા સગીરે અંતે હિંમત ભેગી કરીને માતા-પિતા સમક્ષ જાણ કરી હતી. જેથી પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે':CJI બોલ્યા- કોર્ટની અંદર અને બહાર શું બોલો છો તે જાણીએ છીએ, સુપ્રીમ કોર્ટ સુધીના માર્ચને લઈ રાહુલ ગાંધીને નોટિસ
    Next Article
    ગીતામંદિર ST બસ સ્ટેશન માર્કેટમાં નકલી સેમસંગ મોબાઇલ વેચવાનું કૌભાંડ:પોલીસે 1,034 ફોન અને લેપટોપ સહિત ₹7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 14 વેપારી સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment