Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    STના કાફલામાં 101 નવી બસનો ઉમેરો:બહેનો, દીકરીઓ અને માતાઓને રક્ષાબંધનની ભેટ, મુસાફરોને ભીડથી છૂટકારો મળશે

    3 days ago

    રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના કાફલામાં આવતીકાલે 101 નવી બસોનો ઉમેરો થશે. રાજ્ય સરકાર દ્વારા બહેનો, દીકરીઓ અને માતાઓને રક્ષાબંધન નિમિત્તે વધુ સુવિધાજનક અને સલામત પરિવહન સેવા મળી રહે તે માટે આ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે. નવી 101 બસના લોકાર્પણ રક્ષાબંધનના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે મુસાફરી કરતી હોય છે. ત્યારે આ વર્ષે અનેક બહેનોને નવી બસોમાં સફર કરવાની સુવિધા મળશે. નવી બસોના ઉમેરાથી STના કાફલાની પરિવહન ક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારી સેવા મળી શકશે. નવી 101 બસોના લોકાર્પણ સાથે રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા ST તંત્રને પણ વધુ મજબૂતી મળશે. ખાસ કરીને મહિલાઓ માટે સલામત અને સુવિધાજનક મુસાફરી પર ભાર મૂકવામાં આવ્યો છે. રાખડી બાંધવા બહેનો નીકળશે, ભાઈના ઘરે નવી બસમાં પહોંચશે રક્ષાબંધનના દિવસે બહેનો માટે બસ સેવા મહત્વની બની રહે છે. ગામડાથી શહેર અને એક શહેરથી બીજા શહેર સુધી મુસાફરી કરતા મુસાફરોને નવી બસોનો સીધો લાભ મળશે. એટલે આ રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પર્વ નહીં, પરંતુ અનેક બહેનો માટે નવી બસની સફરનું પણ પર્વ બનશે.
    Click here to Read More
    Previous Article
    પ્રવિણ તોગડિયાએ ગઢડા હનુમાન ચાલીસા કેન્દ્રની મુલાકાત લીધી:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યક્રમમાં નાગરિકોને માર્ગદર્શન આપ્યું
    Next Article
    અમદાવાદમાં યુવતી 11માં માળેથી કૂદી:બોડકદેવ પોલીસની ટીમ સ્થળે પહોંચી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment