Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રહ્માકુમારી બહેનોએ વેરાવળ ST કર્મચારીઓને રાખડી બાંધી:અકસ્માત નિવારણનો સંકલ્પ લેવડાવી સુરક્ષાનો સંદેશ આપ્યો

    4 days ago

    વેરાવળ એસ.ટી. ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારિઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ. બ્રહ્માકુમારી બહેનોએ એસ.ટી. નિગમના ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓને રાખડી બાંધી અકસ્માત નિવારણનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમમાં એસ.ટી. નિગમના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. રક્ષાબંધન પર્વને પરસ્પર પ્રેમ, લાગણી, જવાબદારી અને સુરક્ષાના સંકલ્પના પર્વ તરીકે ઉજવવામાં આવ્યું હતું. જીએસઆરટીસીના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી બહેનોએ કર્મચારીઓની સુખાકારી અને સલામતી માટે શુભકામનાઓ પાઠવી હતી. એસ.ટી.ના કર્મચારીઓ દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોને સુરક્ષિત રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. આ પર્વની ઉજવણી સાથે તેમની ફરજ સાથે જોડાયેલા અકસ્માત નિવારણના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અકસ્માત નિવારણ અંગે વિશેષ પ્રવચન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓને વાહન હંકારતી વખતે પૂરતી સાવચેતી રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનની સ્થિતિ અંગે નિયમિત તકેદારી રાખવા અને મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન અપાયું હતું. માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક કર્મચારી પોતાની ફરજ દરમિયાન જવાબદારીપૂર્વક વર્તે તે માટે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને વાહન ચલાવતી વખતે ઉતાવળ, બેદરકારી કે નિયમોના ઉલ્લંઘનથી અકસ્માત સર્જાઈ શકે છે ત્યારે સાવચેતી રાખવા અનુરોધ કરાયો હતો. પ્રવચન બાદ એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા અકસ્માત નિવારણ અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આમ, વેરાવળ એસ.ટી. ડેપો ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણીને સામાજિક જવાબદારી અને માર્ગ સુરક્ષાના સંદેશ સાથે જોડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    CM શિવકુમાર બોલ્યા- કર્ણાટકમાં વંદેમાતરમના 2 શ્લોક જ ગાવામાં આવશે:અમે પક્ષના નિર્ણય સાથે છીએ, ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે
    Next Article
    ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને 9.50 લાખની ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે ધક્કા ખવડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment