Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયા 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું:અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં દીવાળી જેવો માહોલ, દીપ પ્રગટાવી મોદીના જન્મ દિવસની ઉજવણી

    15 hours ago

    પીએમ મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવા અને સુશાસનની યાત્રાની ઉજવણી રૂપે 'સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાયા હતા. સૌથી પહેલા સાંજે અમિત શાહ અને મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી કરી PM મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેઓ કાંકરિયા તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભારત માતાની આરતી ઉતારી હતી. તેમજ કાંકરિયા તળાવમાં 1.25 લાખ દીવડા પ્રગટાવ્યા હતા. પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમની તસવીરો મોદીના જન્મદિવસે ઉજ્જૈનમાં 35 લાખ દીવા ઝળહળ્યા પીએમ મોદીનો ગુરુવારે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશભરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સૌથી મોટું આયોજન ઉજ્જૈનમાં છે, જ્યાં શિપ્રા નદીના ઘાટો અને મહાકાલ લોકમાં 25 લાખ, જ્યારે મકાનો-દુકાનોમાં 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યમુના ઘાટ પર પીએમ મોદીના નામે પૂજા અને આરતી કરાવી. મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર બિહારમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.(આ પણ વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા વધુ 22 કર્મીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    વાડજમાં મોટાભાઈએ કાતરના ઘા મારી નાના ભાઈની હત્યા કરી:મૃતક બેરોજગાર હોય ઘરમાં ઝઘડા થતા, આરોપીની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment