Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 વર્ષથી ફરાર લૂંટનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો:મહીસાગર પેરોલ-ફર્લો શાખાએ બાલવાસામાંથી પકડી સંતરામપુર પોલીસને સોંપ્યો

    6 hours ago

    મહીસાગર પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 22 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાથી થઈ. પેરોલ-ફર્લો શાખાના પીએસઆઈ બી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમને વર્ષ 2004ના લૂંટ અને ધાડના ગુનામાં ફરાર આરોપી અંગે બાતમી મળી. આરોપી મધ્યપ્રદેશના બાલવાસા ગામમાં પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી હતી. બાતમી મળતા પેરોલ-ફર્લો શાખાની ટીમ બાલવાસા ગામ પહોંચી. પોલીસે મોડી રાત્રે આરોપીના ઘર આસપાસ વોચ ગોઠવી. 50 વર્ષીય આરોપી રેવાન ઉર્ફે રોહનભાઈ ચારેલ ઘરની બહાર સૂતેલો મળ્યો. પોલીસે પૂછપરછ કરી ઓળખની ખરાઈ બાદ આરોપીને પકડ્યો. સ્થાનિક હરિનગર પોલીસ ચોકીમાં નોંધ કરાવી તેને સંતરામપુર પોલીસને સોંપ્યો. આરોપી વિરુદ્ધ IPC કલમ 395, 397અને આર્મ્સ એક્ટની કલમ 25(સી) હેઠળ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રીએ કર્યું સદભાવના વૃદ્ધાશ્રમની લેબોરેટરીનું ઉદ્ધાટન:નો પ્રોફિટ નો લોસના સંકલ્પ સાથે ખાનગી લેબ કરતા 70% ઓછી કિંમત, જાણો ક્યા ટેસ્ટની કેટલી કિંમત
    Next Article
    મનપામાં 'જળ સંચય યોજના'માં લાખોના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ:કુંભારવાડા આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રક્ચર માત્ર કાગળ પર હોવાનો કોંગ્રેસ નગરસેવકનો દાવો, તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે- ઇજનેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment