Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે કાવડ પદયાત્રીને ટક્કર મારતાં મોત:શંકર ભગવાનના દર્શને જતાં અમદાવાદના યુવકનું ચરેડી રોડ પર અકસ્માત, ચાલક ફરાર

    9 hours ago

    શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદથી માણસા નજીકના અમરાપુર ગામ ખાતેના શિવમંદિર કાવડ યાત્રામાં દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીને ગઈકાલે(16 ઓગસ્ટ) મોડી રાતે કારચાલક અડફેટે લઈને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પદયાત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા સેકટર 21 પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલકે પદયાત્રાની પાછળથી ટક્કર મારી અમદાવાદના અમરાઈવાડીના શાસ્ત્રીનગર ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મેવાલાલ છેદીલાલ સરોજે ફરિયાદ નોંધાવી છે. 34 વર્ષીય નાના ભાઈ અમીતકુમાર છેદીલાલ સરોજ શ્રાવણ મહિનમાં ગ્રૂપ સાથે પગપાળા કાવડ યાત્રામાં માણસાના અમરાપુરના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યો હતો. બધા પદયાત્રીઓ રાત્રિના આશરે 10 વાગ્યે ગાંધીનગર ચરેડી ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે માનવ જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે ગાડી હંકારી અમીતને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ચાલક ફરાર, યુવકને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર આ અકસ્માત સર્જીને અજાણ્યો કારચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ સાથે રહેલા અન્ય પદયાત્રીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. 108ની ટીમે ગંભીર રીતે ઘવાયેલા અમીતને તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો ઘેરા શોકમાં, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો આ કાળજું કંપાવી દેતી ઘટના અંગે જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે સેક્ટર 21 પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરની બહાર નાસભાગ, 13 ઘાયલ:અનેક શ્રદ્ધાળુની તબિયત લથડી, 1ની હાલત ગંભીર; વર્ષમાં એકવાર નાગપંચમીના દિવસે જ ખુલે છે મંદિર
    Next Article
    ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા નજીક મોટી કાર્યવાહી કરી:દમણથી રાજપીપળા લઇ જવાતો 22 લાખનો દારૂ જપ્ત, ભાજપી નેતા પાયલોટિંગ કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment