Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરની બહાર નાસભાગ, 13 ઘાયલ:અનેક શ્રદ્ધાળુની તબિયત લથડી, 1ની હાલત ગંભીર; વર્ષમાં એકવાર નાગપંચમીના દિવસે જ ખુલે છે મંદિર

    9 hours ago

    શ્રાવણના ત્રીજા સોમવારે અને વર્ષમાં એકવાર ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉજ્જૈનમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન હરસિદ્ધિ મંદિર સામે બેરિકેડિંગવાળા વિસ્તારમાં ભીડનું દબાણ વધવાથી ઘણા શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી. કેટલાક મહિલા-પુરુષો અને યુવતીઓને ગભરામણ બાદ બેભાન અવસ્થામાં જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અચાનક તબિયત લથડતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને સુરક્ષાકર્મીઓ શ્રદ્ધાળુઓને સંભાળીને હોસ્પિટલ લઈ પહોંચ્યા. હાલ તમામની ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ શ્રદ્ધાળુઓની હાલત પર ડોકટરોની નજર છે. શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચ્યા છે. જેના કારણે મંદિર વિસ્તાર અને આસપાસના માર્ગો પર ભારે ભીડ છે. 4 તસવીરો જુઓ… વર્ષમાં એક દિવસ ખુલે છે મંદિર ભગવાન નાગચંદ્રેશ્વરનું મંદિર મહાકાલ મંદિરના ત્રીજા માળે આવેલું છે. નાગપંચમી સિવાય આખું વર્ષ અહીં શ્રદ્ધાળુઓ માટે દરવાજા બંધ રહે છે. આ જ કારણ છે કે નાગપંચમી પર દર્શન કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચે છે. આ વખતે નાગપંચમી અને શ્રાવણનો ત્રીજો સોમવાર એક જ દિવસે હોવાથી ભીડ વધી ગઈ.
    Click here to Read More
    Previous Article
    દીપિકા પાદુકોણને એરપોર્ટ પર છોડવા પહોંચ્યો પતિ રણવીર:ઓવરસાઇઝ્ડ બ્લુ શર્ટ અને વાઇડ-લેગ જીન્સમાં એક્ટ્રેસનો સ્ટાઇલિશ લુક, જુઓ PHOTOS
    Next Article
    કારચાલકે કાવડ પદયાત્રીને ટક્કર મારતાં મોત:શંકર ભગવાનના દર્શને જતાં અમદાવાદના યુવકનું ચરેડી રોડ પર અકસ્માત, ચાલક ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment